July 1, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝટ્રાવેલનેશનલ

ફ્લાઈટમાં બોમ્બની અફવાઓ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પ્લેન ઉડાવી નાખવાની આપી ધમકી…

Spread the love

દેશમાં અત્યારે રેલવે અકસ્માતોની વચ્ચે ફ્લાઈટમાં બોમ્બ મૂકવાની અફવાને કારણે સમગ્ર સેક્ટર અને સુરક્ષા પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે આજે વધુ એક મોટી ધમકીને કારણે ભારત સરકાર સતર્ક બન્યું છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એક વખત ભારતને મોટી ધમકી આપી છે. ગુરપતવંત સિંહે શિખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા બાબતે એર ઈન્ડિયાના વિમાનો પર હુમલો થઈ શકે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ભારતનો પ્રવાસ નહીં કરવાની અપીલ કરી છે.
પહેલીથી 19 નવેમ્બર વચ્ચે પ્રવાસ નહીં કરવાની અપીલ
વીતેલા દિવસોમાં ભારતીય હવાઈ કંપનીઓને 100થી વધુ ધમકી મળી છે. આ ધમકીઓની વચ્ચે હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતને ધમકી આપતા પ્લેન ઉડાવી દેવાની ધમકી આપી છે. પન્નુએ કહ્યું છે કે શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા અંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલા થઈ શકે છે. પન્નુએ ઈન્ટરનેશનલ પ્રવાસીઓને એકથી 19 નવેમ્બર વચ્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટ્રાવેલ નહીં કરવાનો અનુરોધ કર્યો છે.
કેનેડાનું નાગરિકત્વ ધરાવનાર ગુરુપતવંત સિંહે અમેરિકામાં લીધો છે આશરો
શીખ ફોર જસ્ટિસ સંગઠનના સ્થાપક ગણાતા પન્નુ અગાઉ પણ ભારત વિરોધી ભડકાઉ નિવેદનો આપતા રહ્યા છે. ખાલિસ્તાનના નામે લોકોને ઉકસાવવાને કારણે ભારત પણ પન્નુને આતંકવાદી માને છે. અલગાવવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને ભડકાવવાનો પમ આરોપ મૂકવામાં આવ્યો છે. 2020માં અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ) અન્વયે ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. એસએફએનું કન્ટેનન્ટ બનાવનારી અનેક યુ-ટ્યુબ ચેનલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પન્નુને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે અને અમેરિકામાં આશરો લીધો છે તેમ જ તેની પાસે કેનેડાનું નાગરિકત્વ ધરાવે છે.
2023માં પીએમ મોદીની આસામ વિઝિટ વખતે આપી હતી ધમકી
ગુરપતવંત સિંહ અનેક આતંકવાદી હુમલાની પણ જવાબદારી લઈ ચૂક્યો છે. એપ્રિલ 2023માં એક વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આસામની વિઝિટ વખતે ધમકી આપી હતી. જૂન, 2023માં બે મહિનામાં ત્રણ અન્ય મુખ્ય ખાલિસ્તાની નેતાઓના મોત પછી પન્નુ છુપાઈ ગયો છે. તે પંજાબ અને ભારતના પડોશી દેશમાં ધર્મના આધારિત રાજ્યની ફેવર કરે છે અને તેને ખાલિસ્તાનના નામથી ઓળખવામાં આવે છે. અહીં એ જણાવવાનું કે ગુરપતવંત સિંહ પન્નુએ 2023માં પણ આ પ્રકારે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ કેનેડાએ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!