નવરાત્રીમાં માતાજીમય બન્યા પીએમ મોદી, પોતે લખેલો ગરબો શેર કર્યો
નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં નવરાત્રીના પાવન પર્વની હરખભેર ઉજવણી ચાલી રહી છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ માતાજીની ભક્તિ કરવાનું ચૂક્યા નથી. વડા પ્રધાન મોદી અનુષ્ઠાન કરવાની સાથે આજે તેમના હસ્તે લખાયેલા ગરબાને શેર કરવા સાથે ગાયકનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ આજે દેવી દુર્ગાની સ્તુતિ રૂપે લખાયેલા ‘આવતી કળાય માડી આવતી કળાય’ નામના ગરબો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એટલું જ નહીં, પીએમ મોદીએ આ ગરબાનું ગીત ગાવા બદલ ગાયક પૂર્વા મંત્રીનો પણ આભાર માન્યો.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અગ્રણી એક્સ (અગાઉના ટવિટર અને હાલના X) પર ગરબો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે
આ નવરાત્રિનો શુભ સમય છે અને લોકો મા દુર્ગા પ્રત્યેની તેમની ભક્તિ દ્વારા એક થઈને જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને આનંદની ભાવનામાં, અહીં #AavatiKalay, એક ગરબો છે જે મેં તેમની શક્તિ અને કૃપાની સ્તુતિ તરીકે લખ્યો છે. તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે.
It is the auspicious time of Navratri and people are celebrating in different ways, united by their devotion to Maa Durga. In this spirit of reverence and joy, here is #AavatiKalay, a Garba I wrote as a tribute to Her power and grace. May Her blessings always remain upon us. pic.twitter.com/IcMydoXWoR
— Narendra Modi (@narendramodi) October 7, 2024
ભારત જ નહીં, પરંતુ દુનિયામાં વસતા હિંદુ ભારતીય લોકો નવ દિવસ માતાજીની દુર્ગા પૂજા કરે છે. નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. આ ગરબો ગાવા અને તેની આટલી સુમધુર રજૂઆત રજૂ કરવા બદલ હું પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા પૂર્વા મંત્રીનો આભાર માનું છું, એમ પણ મોદીએ લખ્યું હતું.
Dear @narendramodi Ji, #TanishkBagchi and I loved Garba penned by you and we wanted to make a song with a fresh rhythm, composition and flavour. @Jjust_Music helped us bring this song and video to life.
Watch here – https://t.co/WSYdPImzSJ pic.twitter.com/yoZnhEyzC4
— Dhvani Bhanushali (@dhvanivinod) October 14, 2023
અહીં એ જણાવવાનું કે પીએમ મોદીએ ગયા વર્ષે પણ નવરાત્રીની શરુઆતમાં માડી નામથી ગીત લખ્યું હતું, જેને સિંગર દિવ્યકુમારે અવાજ આપ્યો હતો અને મીત બ્રધર્સે કમ્પોઝ કર્યું હતું. આ અગાઉ પણ મોદીએ ગરબો લખ્યો હતો, જેને ધ્વનિ ભાનુશાલી અને તનિષ્ક બાગચીની ટીમે સ્વરબદ્ધ કર્યું હતું.
