એક જમાનામાં રોજની 200 સિગારેટ પીતોઃ બચ્ચનનો ઈન્ટરવ્યૂમાં ખુલાસો
બોલીવુડના શહેનશાહ પોતાની લાઈફસ્ટાઈલથી જાણીતા છે. ખાસ તો સ્ટ્રિક્ટ જીવનશૈલીને દૃઢપણે માનવા અને તેનું પાલન કરવા માટે બિગ બી ચર્ચામા રહે છે. હાલમાં તો તેમના પગલે પગલે ચાલવામાં ફાયદો છે, પરંતુ એક જમાનામાં અમિતાભ બચ્ચનની લાઈફ કેટલી મુશ્કેલી અને ખોટા માર્ગેની હતી એવું જાણવા મળે છે. અમિતાભ બચ્ચને એક મુલાકાતમાં અવનવી વાતો કરીને ફરી ચર્ચામાં આવ્યા છે. ફિલ્મી પડદે બિગ બીએ શરાબી જેવી ફિલ્મોમાં કામ કરીને પણ પોતાની રિયલ લાઈફનો ચિતાર રજૂ કર્યો હોવાનું કહી શકાય.
એક જમાનામાં દિવસની 200 સિગારેટ પીતા
અમિતાભ બચ્ચન હાલમાં તો સ્મોકિંગ કરતા નથી અને દારુ પણ પીતા નથી, પરંતુ એક તબક્કો એવો હતો કે તેઓ એક દિવસમાં એક બે નહીં, પરંતુ 100-200 સિગારેટ પી જતા હતા. એટલે ચેઈન સ્મોકિંગ કરતા પાંચ દસ પગલા આગળ. ચોંકી ગયા એનું પાલન કરવું જરુરી નથી, પણ એ કેવા દિવસો હશે કે એની આદત હતી ઈવન બિગ બીને, વાત કરીએ. એક જૂના ઈન્ટરવ્યૂમાં અમિતાભે જણાવ્યું કે તેઓ આજે નોન-વેજ ખાતા નથી, પરંતુ પત્ની જયા બચ્ચન નોન-વેજ ખાય છે.
આજે ટેસ્ટના કારણે બધુ બંધ
અમિતાભ બચ્ચને કહ્યું કે હું આજે સ્મોક કે ડ્રિંક કરતો નથી અને ઈવન મીટ પણ ખાતો નથી. હું કોઈ ધર્મને કારણે નહીં, પરંતુ ટેસ્ટને કારણે નથી લેતો. મારા પરિવારમાં મારા ફાધર વેજિટેરિયન હતા અને માતા નહીં. એ જ રીતે જયા મીટ ખાય છે, પરંતુ હું નથી ખાતો. એટલે સુધી કે પહેલા હું ડ્રિક અને સ્મોક પણ કરતો હતો, પરંતુ આજે બધું છોડી દીધું છે.
કોલકાતાથી મુંબઈ આવ્યા પછી બધુ છોડ્યું હતું
ઈન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે હું રોજના 200 સિગારેટ પીતો હતો. હા, 200. પરંતુ કોલકાતાથી મુંબઈ આવ્યા પછી એ છોડી દીધું હતું. હું ડ્રિંક પણ કરતો હતો. હાથમાં જે આવતું હતું એ બધુ પી લેતો હતો, પરંતુ વર્ષો પછી નક્કી કર્યું હતું કે બધું છોડી દેવું જોઈએ અને કોઈ જરુરિયાત નથી. આ બધી આદતોને કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડી નહોતી, તેમાંય વિદેશના શૂટિંગમાં પણ. જોકે વિદેશમાં વેજિટેરિયન ખાવાથી મુશ્કેલીઓ આવતી હોય છે.
કોલેજના દિવસોમાં લડાઈ ઝઘડા પણ થતા
અમિતાભ બચ્ચનના વાઈરલ જૂના વીડિયોમાં બચ્ચને કહ્યુ હતું કે તેઓ અહિંસક વ્યક્તિ છે. મને લાગતું નથી કે પોતે હિંસક વ્યક્તિ છે. મને ગુસ્સો પણ આવતો નથી. હા, પણ કોલેજના દિવસો દરમિયાન મને ગુસ્સો આવતો અને અનેક વખત ઝઘડા પણ થતા હતા. ફિલ્મી પડદા પરની લડાઈ રિયલ હોતી નથી.
