February 19, 2026
મુંબઈ

Good News: મુંબઈગરાની લોકલ ટ્રેનની મુસાફરી બનશે આરામદાયક…

Spread the love

મુંબઈ: મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને જો કોઈ પણ કારણોસર મુંબઈ લોકલ 10 મિનિટ પણ મોડી પડે તો મુંબઈગરાનું આખા દિવસનું ટાઈમટેબલ જ ખોરવાઈ જાય. પરંતુ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બને એ માટે એક પહેલ કરવામાં આવી છે. આ પહેલાં અનુસાર 19 રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે 2,206 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ દિવ્યાંગ પ્રવાસીઓ પણ આરામથી પ્રવાસ કરી શકે એના પર પણ ભાર મૂકવામાં આવશે.
રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેકટમાં સ્ટેશનનો વિસ્તાર, સ્ટેશન પર આવેલા વેઈટિંગ રૂમનું અપગ્રેડેશન, એસ્કેલેટરની સંખ્યા વધારવી જેવા અનેક કામોનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેના કુલ 19 સ્ટેશનો પર 2206 કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં મરીન લાઈન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, મલાડ, પ્રભાદેવી, જોગેશ્વરી અને પાલઘર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 24 સ્ટેશન પર 69 લિફ્ટ કાર્યાન્વિત કરવામાં આવી છે, અને વધુ 13 લિફ્ટનું કામ ચાલી રહ્યું છે. ચોમાસા બાદ દિવ્યાંગ પ્રવાસીઓને અને સિનિયર સિટીઝન માટે વધુ 13 લિફ્ટ બેસાડવામાં આવશે. આ સિવાય પશ્ચિમ રેલવે પર 33 સ્ટેશન પર 131 એસ્કેલેટર બેસાડવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ રામ મંદિર સ્ટેશન પર એક એસ્કેલેટરનું કામ ચાલી રહ્યું છે. વધુ 12 એસ્કેલેટરનું કામ પણ ચાલી રહ્યું છે, જેના માટે 20.76 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 513.16 કરોડ રૂપિયાના 56 કામ હાથ ધરવામાં આવશે. 17 જેટલા રેલવે સ્ટેશન પર જેટલાજોગવાઈ કરવી પડશે. આશરે 17 રેલવે સ્ટેશન પર રૂફ પ્લાઝા ઉભુ કરવામાં આવશે. મુંબઈ સબર્બનમાં એકલા પશ્લચિમ રેલવેમાં ગભગ 30 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે. એવરજ 30 ટકાથી વધુ મહિલા પ્રવાસીની સાથે સિનિયર સિટિઝન, વિકલાંગ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સ્ટેશનના પરિસરમાં લિફ્ટ અને એસ્કેલેટરને બેસાડવા માટે અલગથી ભંડોળની ફાળવણી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!