February 4, 2026
મહારાષ્ટ્ર

નાંદેડમાં અગિયારમી સદીનું શિવ મંદિર અને શિલાલેખ મળ્યાં

Spread the love

મુંબઈઃ મહારાષ્ટ્ર પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામ કરતા અગિયારમી સદીનું શિવ મંદિર મળી આવ્યું છે. શિવ મંદિર સાથે ત્રણ શિલાલેખ મળ્યા છે, જ્યારે તેમાં અમુક વાત લખવામાં આવી છે.
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના હોટ્ટલ ગામમાં પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામ કરતી વખતે જૂનું શિવમંદિર મળી આવ્યું છે. આ અંગે અધિકારીએ કહ્યું હતું કે ચાલુક્ય કાળના મંદિરો માટે પ્રસિદ્ધ હોટ્ટલના સંરક્ષણ કાર્ય દરમિયાન પુરાતત્ત્વ વિભાગને ત્રણ શિલાલેખ પણ મળી આવ્યા છે. આ શિલાલેખમાં દાન આપનારા લોકોના નામ છે, જે ઈ.સ. 1070ની આસપાસ આ મંદિરનું નિર્માણ કાર્યમાં યોગદાન આપવામાં આવ્યું હતું.
આ વિસ્તાર એક જમાનામાં કલ્યાણી ચાલુક્યનું પાટનગર હતું અને પોતાના મંદિર પરિસર માટે જાણીતું છે. આ મંદિર ઐતિહાસિક મંદિરના સંરક્ષણ કાર્ય વખતે પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓની ટીમના એક મંદિરનો કાટમાળ સાફ કરતી વખતે શિવમંદિરના અવશેષો મળ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્યના પુરાતત્ત્વ વિભાગના નાંદેડના અધિકારીએ કહ્યું હતું કે આ ભાગને શોધવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાં શિવલિંગ પણ હતું. આ મંદિરના અવશેષોની સાથે મોટી સંખ્યામાં ઇંટો પણ મળી છે, જે દર્શાવે છે કે મંદિરના નિર્માણમાં ઈંટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે અંબરનાથનું શિવ મંદિર પણ ઐતિહાસક છે, જે અગિયારમી સદીનું છે. આજે પણ અંબરનાથના શિવમંદિરમાં શિવભગવાનની પૂજા કરવામાં આવે છે. સેન્ટ્રલ રેલવે લાઈનમાં થાણેથી આગળ અંબરનાથ સ્ટેશન પડે છે, જ્યાં આ મંદિર પડે છે. અંબરનાથ રેલવે સ્ટેશન (પૂર્વ)થી બે કિલોમીટર અંતરેના વાલધુની નદી કિનારે આ મંદિર આવેલું છે. અંબરનાથ મંદિરનું નિર્માણ 1060 થયું હતું, જ્યારે રાજા ચિત્તરાજે મંદિર બનાવ્યું હોવાની વાર્તા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!