ડોમ્બિવલી આગ: ફેક્ટરીના માલિક સામે ગુનો દાખલ, CM એકનાથ શિંદેએ ઉચ્ચ સ્તરીય તપાસના આપ્યા આદેશ
તમામ કંપની ફેક્ટરીઓને અંબરનાથ MIDCમાં શિફ્ટ કરવામાં આવશે
મુંબઈ: થાણે જિલ્લના મહત્વનાં ટ્વિન શહેર પૈકીના ડોમ્બિવલીની અમુદાન કેમિકલ કંપનીમાં બોઈલર વિસ્ફોટ પછી ભીષણ આગ લાગી હતી. આ હોનારતમાં મોટી જાન હાનિના સમાચાર છે. શુક્રવારે NDRF ટીમ દ્વારા ત્રણ મૃતદેહ મળી આવ્યા છે, આ અકસ્માતમાં મૃત્યુઆંક 11 પર પહોંચી ગયો છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 64 લોકોની ડોમ્બિવલીની અનેક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે અમુદાન કેમિકલ કંપનીના માલિક મલય પ્રદીપ મહેતા અને માલતી પ્રદીપ મહેતા સામે ગુનો નોંધ્યો છે. NDRFની ટીમ હજુ પણ ગુમ થયેલા કામદારોના મૃતદેહોને શોધવા સાથે કુલિંગનું કામ ચાલુ હોવાનું ફાયર બ્રિગેડએ જણાવ્યું હતું.
ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી કંપનીમાં ગુરુવારે બપોરે એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લાગ્યા બાદ તેની આસપાસની વધુ ત્રણ કંપનીને આગે લપેટમાં લીધી હતી અને નજીકમાં આવેલ હ્યુન્ડાઈ શોરૂમ પણ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના બાદ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈકાલે મોડી રાત્રે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત, આ ઘટનામાં મૃતકોના આશ્રિતોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને મફત સારવાર આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
या घटनेनंतर डोंबिवली एमआयडीसी परिसरातील कंपन्यांचे उद्योग, कामगार, महाराष्ट्र प्रदूषण नियंत्रण महामंडळ आणि औद्योगिक सुरक्षा विभागाचे संचालक यांच्या माध्यमातून ए, बी, सी, अशा तीन श्रेणीत वर्गीकरण करून त्यातील अतिधोकादायक कंपन्या इतर ठिकाणी स्थलांतरित करण्याचा पर्याय या कंपन्यांना… https://t.co/CGDbEoYHhw pic.twitter.com/JwzCwGCb98
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) May 23, 2024
;
દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે આચારસંહિતા બાદ અહીંની તમામ કંપની ફેક્ટરીઓને અંબરનાથ MIDCમાં શિફ્ટ કરવામાં આવશે. એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત્રે ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળે રાત્રિથી કૂલિંગની કામગીરી ચાલી રહી છે. આજે સવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. હાલમાં ઘટના સ્થળ પર કૂલિંગ ઓપરેશનનું કામ ચાલું છે.
આ અગાઉ પણ ડોમ્બીવલી પૂર્વ સ્થિત એમઆઇડીસીની કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી હતી ત્યાર બાદ ભયાનક વિસ્ફોટ થયા હતા, જેમાં મોટી જાનહાનિ થઈ હતી.
