…તો 6.80 લાખ મોબાઈલ નંબર બંધ થશે, જાણો ટેલિકોમ વિભાગનો આદેશ?
નવી દિલ્હીઃ ટેલિકોમ વિભાગે (Department of Telecommunications) ટેલિકોમ ઓપરેટર્સ (Telecom Operators)ને લગભગ 6.80 લાખ મોબાઈલ કનેક્શનને ફરી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ તપાસ કરવા માટે કંપનીઓને 60 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગે કહ્યું છે કે જો 60 દિવસમાં કંપનીઓ ફરી તપાસ કરવામાં નિષ્ફળ રહેશે તો શંકાસ્પદ મોબાઈલ નંબર બંધ કરવામાં આવશે.
મોબાઈલ નંબર શંકાસ્પદ કામગીરીને લઈને ટેલિકોમ વિભાગે સવાલો ઊભા કર્યા છે. લગભગ 6.80 લાખ જેટલા મોબાઈલ નંબરમાં ખોટા કનેક્શન, બનાવટી દસ્તાવેજ અથવા એડ્રેસ ડોક્યુમેન્ટ ખોટા હોવાને કારણે ટેલિકોમ વિભાગે આદેશ આપ્યા છે.
ટેલિકોમ વિભાગ વતીથી જણાવાયું છે કે મોબાઈલ કંપનીઓની તેની તપાસ માટે બે મહિના એટલે લગભગ 60 દિવસનો સમય આપવામાં આવે છે. આ અંગે ચેતવણી આપતા ટેલિકોમ વિભાગે કહ્યું છે કે જો તેની 60 દિવસમાં ફરી તપાસ કરવામાં આવશે નહીં તો એ શંકાસ્દ મોબાઈલને બંધ કરવામાં આવશે.
ટેલિકોમ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ આદેશ માટે મોબાઈલ મારફત થનારા ફ્રોડના કિસ્સામાં વધારો તયો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી આ બધા શંકાસ્પદ નંબરોને શોધી કાઢવામાં આવ્યા છે.
ટેલિકોમ વિભાગે એ પણ જણાવ્યું છે કે ફ્રોડને રોકવા માટે અલગ અલગ વિભાગોની સાથે એઆઈ સાથે મળીને કામ કરવાનું જરુરી છે. એનાથી જાણ થાય છે કે ઈન્ટિગ્રેટેડ ડિજિટલ પ્લેટફોર્મ બનાવટી ઓળખ મારફત થનારા ફ્રોડને પકડવામાં મદદરુપ થાય છે.
અહીં એ જણાવવાનું કે ગયા અઠવાડિયા દરમિયાન ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1.17 કરોડથી વધુ બનાવટી મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 0.19 લાખ મોબાઈલ ફોન જે સાઈબર ક્રાઈમમાં સામેલ હતા તેને પણ બ્લોક કરવામાં આવ્યા છે.
ટેલિકોમ વિભાગને મળતી ફરિયાદો ટેલિકોમ વિભાગના પોર્ટલ પર મળી હતી અને ગૃહ મંત્રાલય, બેંક સહિત અન્ય વિભાગને માહિતી મળી હતી એના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગના અહેલવા અનુસાર અત્યાર સુધીમાં વિભાગ દ્વારા 1.34 અબજ મોબાઈલ કનેક્શનની તપાસ કરી હતી.
તમે પણ સરકારને ચક્ષુ પોર્ટલ પર ફરિયાદ કરી શકો છો. આ પોર્ટલ પર ફોન કોલ અથવા એસએમએસ અથવા વોટસએપ પર આવનારા શંકાસ્પદ કોલ-મેસેજની ફરિયાદ કરી શકો છો. આ પોર્ટલ પર હજારો ફરિચાદ સરકારને મળી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
