આગામી IPL (2025) ધોની રમશે કે નહીં, CSKના CEO કરી જાહેરાત
આઈપીએલ 2024 આ અઠવાડિયાના અંતમાં પૂરી થશે, ત્યાર બાદ ટવેન્ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે. આ વખતની સિઝનમાં અનેક અપસેટ થયા, જેમાં તબક્કાવાર હારનારી ટીમ છેલ્લી મેચમાં જીતીને પ્લેઓફમાં પહોંચ્યા પછી બહાર થઈ. આરસીબી બહાર થઈ, જ્યારે ચેમ્પિયન બનવાનો દાવો કરનારી ચેન્નઈની ટીમ પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ પણ ચર્ચા ચેન્નઈની વધારે છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) આઈપીએલ (IPL 2024) પ્લે ઓફમાંથી બહાર થઈ ગઈ છે પણ ટીમના સ્ટાર બેટસમેન અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે આનંદના સમાચાર મળ્યા છે.
ચેન્નઈ સુપરકિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને કહ્યું છે કે એમએસ ધોની આગામી સિઝન રમશે કે નહીં. આ મુદ્દે સ્પષ્ટતા કરતા વિશ્વનાથને કહ્યું છે કે આગામી આઈપીએલ 2025 ચેન્નઈ કિંગ્સ વતીથી મહેન્દ્ર સિંહ ધોની રમે એવી અમને પૂરી અપેક્ષા છે.
સીએસકેની આગેવાનીમાં પાંચ વખત આઈપીએલનું ચેમ્પિયન બનાવવામાં ધોનીનો મોટો ફાળો છે. જોકે, સૌથી મોટા આશ્ચર્યની વાત એ હતી કે આઈપીએલની સિઝન શરુ થયાના એક દિવસ પહેલા ધોનીએ ટીમમાં કેપ્ટનપદેથી હટી જવાની જાહેરાત કરી હતી.ત્યાર બાદ ટીમના કેપ્ટનપદે ઋતુરાજ ગાયકવાડને જવાબદારી સોંપવામાં આવી હતી. સીએસકે આ સિઝનમાં પાંચમા ક્રમે રહ્યું છે.
આ જ સિઝનમાં કેપ્ટનપદેથી હટી ગયા પછી ક્રિકેટર નિષ્ણાતોએ અટકળ લગાવી હતી કે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. આ અંગે ટીમના સીઈઓ એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે મને ખબર નથી ધોની રમશે કે નહીં એનો જવાબ તો ખુદ ધોની આપી શકે છે. અમે ધોનીના દરેક નિર્ણયનું સન્માન કર્યું છે અને બધું એના પર છોડ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ધોનીએ પોતાના નિર્ણયો હંમેશાં યોગ્ય સમયે લીધા છે અને અમને એ પણ આશા છે કે તે ક્યારેય કોઈ નિર્ણય લેશે એની અમને પણ જાણ કરશે. એનાથી વિશેષ તેમણે કહ્યું હતું કે ધોની આગામી આઈપીએલની સિઝન રમશે એની અમને આશા છે.
આ વખતની સિઝનમાં એમએસ ધોનીએ 73 બોલમાં 161 રન બનાવ્યા અને વિકેટકિપર તરીકે પણ સુપર પ્રદર્શન રહ્યું હતું. 2025 આઈપીએલની મેગા ઓક્શનમાં સીએસકે દ્વારા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ટીમ ધોનીને ચોક્કસ રિટેન કરશે.
