પીએમ મોદીની રેલીને લઈ મુંબઈ પોલીસે જારી કરી ટ્રાફિક એડવાઈઝરી
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પ્રચારાર્થે આજે મુંબઈના શિવાજી પાર્કમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ ઉપસ્થિત રહેશે. શિવાજી પાર્કની રેલી નિમિત્તે મુંબઈ ટ્રાફિક પોલીસે નાગરિકો માટે મહત્ત્વની એડવાઈઝરી જારી કરી છે.
લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના ત્રણ દિવસ પૂર્વે આજે મુંબઈમાં દાદર સ્થિત શિવાજી પાર્ક વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જાહેર સભાને સંબોધશે. રેલી દાદરના શિવાજી પાર્કમાં થશે, જ્યારે આ રેલીને કારણે મુંબઈ ટ્રાફિક પોલીસે દાદરના શિવાજી પાર્ક નજીકના વિસ્તારમાં જાહેર પરિવહન સંબંધિત એડવાઈઝરી જારી કરી છે.
ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે સવારના દસ વાગ્યાથી મોડી રાત સુધી વિશેષ ટ્રાફિક વ્યવસ્થા લાગુ પડશે. એર અને રેલ પ્રવાસીઓને પણ નિયત સમયગાળા દરમિયાન પોતાના વૈકલ્પિક માર્ગે ટ્રાવેલ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. રેલીને કારણે વીવીઆઈપી લોકોને અવરજવરને કારણે સ્થાનિક લોકોને પણ વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર સંભવિત ભીડથી બચવાનો અનુરોધ કર્યો છે. ઉપરાંત, વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની મેચને કારણે શિવાજી પાર્ક, દાદર અને ફટાકા ગ્રાઉન્ડ, બીકેસીમાં એક જાહેર બેઠકને કારણે મરીન ડ્રાઈવ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર ટ્રાફિકજામ થવાની શક્યતા રહેશે.
In view of a ‘Jahir Sabha’ organised at Shivaji Park, Dadar on 17th May, a large number of individuals & VVIPs are expected to attend it.
To avoid traffic congestion on WEH & EEH following traffic arrangements will be in place from 10 am to midnight.#MTPTrafficUpdates pic.twitter.com/S8IADnimb6
— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 16, 2024
દાદરના શિવાજી પાર્ક ખાતેની રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે સહિત અન્ય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ અગાઉ વડા પ્રધાન મોદીએ ઘાટકોપર ખાતે ભવ્ય રોડ-શો કર્યો હતો. મુંબઈમા રોડ-શો કર્યા પૂર્વે ડિંડોરીમાં પ્રચાર દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરવા સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની ટીકા પણ કરી હતી.
