February 11, 2026
ટોપ ન્યુઝરમત ગમત

IPL પછી વિરાટ કોહલી લેશે નિવૃત્તિ…? ક્રિકેટની દુનિયામાં ખળભળાટ

Spread the love

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ધીમે ધીમે રસપ્રદ તબક્કામાં પહોંચી રહી છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ ઈલેવન સહિતની અન્ય ટીમ ઘરભેગી થઈ રહી છે ત્યારે કદાવર ટીમ હજુ જંગમાં ટકી રહી છે. એક પછી એક ટીમ પોતાનું સ્થાન પ્લેઓફ નક્કી કરી રહી છે ત્યારે તાજેતરમાં આરસીબીના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન કિંગ વિરાટ કોહલી (Virta Kohli)ની નિવૃત્તિ અંગેની અટકળો તેજ બની છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) લાગલગાટ એક પછી એક મેચ જીતીને પ્લેઓફની રેસમાં રહી છે ત્યારે હવે વિરાટ કોહલીની નિવૃત્તિ અંગેની અટકળો લાઈમલાઈટમાં આવી છે અને એના અંગે ખૂદ કોહલીનું નિવેદન પણ બહાર આવ્યું હોવાથી ક્રિકેટની દુનિયામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ 2024ની આઈપીએલમાં સૌથી વધુ રન મારીને ચર્ચામાં છે, જ્યારે દસમા સ્થાનેથી ટીમ એક પછી એક પાંચ જીત મેળવીની ચર્ચામાં રહી છે. અઢારમીના ચેન્નઈ સુપરકિંગ્સ સામે ટક્કર છે ત્યારે આઈપીએલ પછી ટી20 વર્લ્ડ કપમાં પણ સૌની નજર કોહલી પર રહેશે, ત્યારે એક ઈવેન્ટમાં અચાનક કોહલીએ નિવૃત્તિ અંગેનું નિવેદન કરીને સૌને ચોંકાવી નાખ્યા છે.

35 વર્ષના વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક વાત સાચી છે કે હું એક ખેલાડીના માફક વિચારું છે. દરેક ખેલાડીની કારકિર્દીની એક અંતિમ તારીખ હોય છે. હું આખી જિંદગી તો રમી શકું નહીં. એક કરતા અનેક વાત પરોક્ષ રીતે સંકેત આપ્યા છે કે તે ભવિષ્યમાં નિવૃત્તિ અંગે કોઈ નિર્ણય લઈ શકે છે.

આગળ ઈન્ટરવ્યૂમાં કોહલીએ કહ્યું હતું કે મને એક વખત લાગ્યું હતું કે બસ થયું મારે જવું જોઈએ અને થોડા સમય તો તમે મને જોશો પણ નહીં. જ્યાં સુધી હું રમું છું ત્યાં સુધી મારું સર્વસ્વ આપવા માગું છું અને આ જ વાત મને આગળ રમવા માટે પ્રેરિત કરે છે.

વિરાટ કોહલીએ જોકે પોતાની નિવૃત્તિ અંગે દિલ ખોલીને વાત કરી નથી, પરંતુ ગર્ભિત સંકેતો આપ્યા છે. વિરાટ પોતાના રેકોર્ડસ અંગે પણ વાત કરવાનું પસંદ કરતો નથી, પરંતુ એવી કંઈક વાત હતી કે પરોક્ષ રીતે સંકેત આપ્યા છે. જોઈએ વિરાટ આગામી દિવસોમાં શું નિર્ણય લે છે એ જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!