હર હર મહાદેવ: આજથી શરૂ થઈ રહી છે Chardham Yatra
* આટલા લાખ શ્રદ્ધાળુઓએ કરાવ્યું Registration…
ઉત્તરાખંડઃ આજથી ચારધામની યાત્રા શરૂ થઈ રહી છે અને ચારધામની યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. યમનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના કપાટ આજે એટલે કે 10મી મેના ખૂલી ગયા છે, જ્યારે બદ્રીનાથના કપાટ બે દિવસ બાદ એટલે કે 12મી મેના દિવસે ખોલવામાં આવશે, એવી માહિતી પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી.
ચારધામ આવનારા ભક્તોની વાત કરીએ તો બુધવાર આઠમી મે સુધી 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. એમાં પણ સૌથી વધુ શ્રદ્ધાળુઓએ એટલે કે 7,60,254 લોકોએ કેદારનાથ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે યમુનોત્રી માટે 3,44, 150 લોકોએ, ગંગોત્રી માટે 3,91,812 લોકોએ અને બદ્રીનાથ માટે 6,58,486 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સિવાય હેમ કુંડ સાહિબ માટે 45,959 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
હવામાન ખાતાની આગાહી ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ફરી એકવાર તમામ અધિકારીઓને આ યાત્રા દરમિયાન સતર્ક અને સાવધ રહેવાની ભલામણ પણ કરી છે. ગુરૂવારે રાત્રે પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક ઠેકાણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા, તેને ખોલવાની કામગીરી ચાલી રહી છે. કેટલીક જગ્યાએ તો આ કાટમાળ આસપાસમાં આવેલા ઘર સુધી પહોંચી ગયો છે. આ બધાને ધ્યાનમાં રાખીને મુસાફરોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 55 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી અને આ વખતે આ આંકડો હજી વધે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ અંગે રાજ્ય સરકારે તમામ વિભાગોને સેશન ચાલુ રાખવા જણાવ્યું છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ યાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે એની ચોકસાઈ રાખવાનો આદેશ પણ ધામીએ આપ્યો છે.
ચારધામની યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન માટે ઋષિકેશમાં આઠ અને હરિદ્વારમાં છ કાઉન્ટર સ્થાપવામાં આવ્યા છે જ્યાં યાત્રા પર આવનારા રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
