November 5, 2026
ધર્મ

Diwali: લક્ષ્મી પૂજન વખતે આ ભૂલો પડી શકે છે ભારે, જાણો દિવાળીના મહત્વના નિયમો અને ધનલાભના ઉપાયો

Spread the love

હિન્દુ ધર્મમાં દિવાળી એ માત્ર પ્રકાશ અને ફટાકડાનું પર્વ નથી, પરંતુ ઘરમાં સુખ, શાંતિ, વૈભવ અને સમૃદ્ધિનું આહ્વાન કરવાનો સૌથી મોટો અવસર છે. આ પવિત્ર દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીનું વિધિવત્ પૂજન કરવામાં આવે છે. પરંતુ અનેક વખત આ દિવાળી સમયે જ આપણાથી જાણતા કે અજાણતામાં જ કેટલીક એવી ભૂલો થઈ જાય છે કે જેને કારણે માતા લક્ષ્મી આપણા નારાજ થઈ જાય છે. આજે આપણે અહીં વાત કરીશું આવી જ કેટલીક ભૂલો વિશે કે જે દિવાળીમાં કરવાથી બચવું જોઈએ…

માન્યતા છે કે વિધિપૂર્વક લક્ષ્મી પૂજન કરવાથી ઘરની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ધનલાભના શુભ યોગ બને છે. પરંતુ ઘણીવાર અજાણતા થતી નાની-નાની ભૂલોના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. શાસ્ત્રો અનુસાર દિવાળીના તહેવાર દરમિયાન કઈ ૭ મોટી ભૂલો ટાળવી જોઈએ અને સમૃદ્ધિ માટે કયા સરળ ઉપાયો કરવા જોઈએ, જાણો વિગતવાર.

દિવાળી પર ભૂલથી પણ ન કરો આ ભૂલો
ઘરમાં કચરો કે ગંદકી ન રાખો: માતા લક્ષ્મીને સ્વચ્છતા અતિ પ્રિય છે. જ્યાં સ્વચ્છ અને પવિત્ર વાતાવરણ હોય ત્યાં જ લક્ષ્મીજી સ્થિર વાસ કરે છે. દિવાળી પહેલાં ઘરના ખૂણે-ખૂણામાંથી ધૂળ, કરોળિયાના જાળાં અને બિનજરૂરી ભંગાર બહાર કાઢી નાખો. ખાસ કરીને મુખ્ય દ્વાર, ઈશાન ખૂણો અને રસોડું એકદમ ચોખ્ખું હોવું જોઈએ.

મુખ્ય દરવાજો સૂનો ન રાખવો: દિવાળીના દિવસે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સુંદર રંગોળી અવશ્ય બનાવો અને આંબા કે આસોપાલવના પાનનું તોરણ લગાવો. મુખ્ય દ્વાર અંધારામાં ન રહેવો જોઈએ, ત્યાં દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીના સ્વાગતની તૈયારી કરવી.

સાંજે ઘરમાં અંધારું ન રાખવું: દિવાળીના દિવસોમાં સંધ્યાકાળે ઘરના ઉંબરા પર, તુલસી ક્યારે અને પૂજા ઘરમાં ઘી કે તેલના દીવા અચૂક પ્રગટાવવા. અંધારું ઘર દરિદ્રતાનું પ્રતીક મનાય છે. પૂજા સમયે કાળા કે મેલા વસ્ત્રો ન પહેરો. લક્ષ્મીપૂજન વખતે ભૂલથી પણ કાળા કે ગંદા કપડાં ન પહેરવા. લાલ, પીળા કે ગુલાબી જેવા શુભ અને તેજસ્વી રંગના સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.

ઘરમાં ક્લેશ કે વાદ-વિવાદ ન કરવો: જે ઘરમાં ઝઘડા, કકળાટ કે સ્ત્રીઓનું અપમાન થતું હોય ત્યાંથી લક્ષ્મીજી કાયમ માટે રવાના થઈ જાય છે. દિવાળીના દિવસે મન શાંત રાખવું અને પરિવાર સાથે પ્રેમપૂર્વક વર્તવું.

અન્ન અને પૈસાનો બગાડ ન કરો: ભોજનનો અનાદર કરવો કે દેખાડા ખાતર આડેધડ પૈસા વેડફવા એ લક્ષ્મીજીનું અપમાન ગણાય છે. જરૂરિયાત પૂરતો જ ખર્ચ કરવો અને અન્નનો એક પણ દાણો કચરામાં ન ફેંકાય તેનું ધ્યાન રાખવું.

ગરીબોનું અપમાન ન કરવું: તહેવારના દિવસે દરવાજે આવતા ભિક્ષુક કે જરૂરિયાતમંદને ખાલી હાથે ન પાછા કાઢવા. તમારી યથાશક્તિ અન્ન, વસ્ત્ર કે મીઠાઈનું દાન કરવું, કારણ કે નિઃસ્વાર્થ દાનથી લક્ષ્મીજી સૌથી વધુ પ્રસન્ન થાય છે.

અખૂટ ધન-સમૃદ્ધિ માટે દિવાળીના ૫ ચમત્કારી ઉપાયો
. માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અત્યંત પ્રિય છે. પૂજન સમયે તેમને લાલ કે ગુલાબી કમળનું ફૂલ જરૂર ચઢાવવું.
. પૂજા દરમિયાન સ્ફટિક કે કમળકાકડીની માળાથી ॐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાથી અટકેલા પૈસા છૂટા થાય છે.
. માતાજીને ચોખા અને દૂધની ખીર અથવા સફેદ મીઠાઈનો ભોગ ધરાવીને પ્રસાદ ઘરના તમામ સભ્યોમાં વહેંચવો.
. લક્ષ્મીપૂજન વખતે ઘરની તિજોરી, રોકડ રકમ, ચાંદીના સિક્કા અને બહી-ખાતાનું પણ પૂજન કરવું, જેનાથી ધન સ્થિર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!