November 3, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

અમેરિકાની ચૂંટણીમાંય ભારતીય ઉમેદવારોનો દબદબો

Spread the love

“અમેરિકાની સત્તાની ચાવી ભારતીયોના હાથમાં? ભારતીય મૂળના ઉમેદવારો કેમ રચવા જઈ રહ્યા છે ઈતિહાસ!”

અમેરિકામાં ત્રીજી નવેમ્બરની મધ્યવર્તી ચૂંટણીને લઈ દુનિયાભરની નજર યુએસએ પર ટકેલી છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારો પર પણ લોકોનું ધ્યાન છે, ત્યારે વોટર પણ અમેરિકાનું ભવિષ્ય નક્કી કરશે, જેમાં ભારત મૂળના 56 લાખ લોકો રહે છે, જ્યારે તેમાંથી 26 લાખ ભારતીય પાસે વોટિંગનો અધિકાર છે. એટલે કૂલ મતદારમાં ભારતીયનો હિસ્સો એક ટકાથી વધુ છે. એક ટકાથી વધુ હિસ્સો હોવા છતાં ભારતીય મૂળના નાગરિકોની ભૂમિકા મહત્ત્વની છે, ત્યારે વાત કરીએ ચૂંટણીના મેદાનમાં ઊભા રહેલા કૂલ 56 ઉમેદવારની વાત કરીએ.

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં આ વખતે પણ ભારતીય મૂળના ઉમેદવારોની મસમોટી યાદી છે. મિડ ટર્મ ઈલેક્શનમાં પચાસથી વધુ મૂળ ભારતીય અમેરિકન ઉમેદવાર અલગ અલગ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે, જેમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની સાથે સાથે અપક્ષમાં પણ સમાવેશ થાય છે. આ ચૂંટણી અમેરિકન સંસદના બંને ગૃહનું નિયંત્રણ નક્કી કરશે. એના સિવાય અનેક રાજ્ય-શહેરોનું ભવિષ્ય પણ આ ઈલેક્શન નક્કી કરશે.

મધ્યવર્તી ચૂંટણીમાં આ વખતે અમેરિકન સંસદ સુધી સીમિત રહી નથી, પરંતુ ગવર્નર, એટર્ની જનરલ, મેયર અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. સૌથી ચર્ચિત જગ્યા અમેરિકાના ઓહાયોના ગવર્નર પદની ચૂંટણી છે. રિપબ્લિકન પાર્ટીવતીથી ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને ઉમેદવાર બનાવ્યા છે. તેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ સમર્થન છે. જ્યારે સામે પક્ષે ડેમોક્રેટિક ઉમેદવાર એમી એક્ટન અને લિબર્ટેરિયન ઉમેદવાર ડોન કિસિક છે. રામાસ્વામી ટેક્સમાં કપાત, સસ્તી વીજળી અને શિક્ષણમાં વિવિધ બદલાવ કરવા મુદ્દે લડે છે.

ગુજરાતી મૂળના ઉમેદવારોની પણ બોલબાલા
અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં ખાસ તો આઠ જાણીતા ચહેરા છે, જેમાં અમુક ટ્રમ્પના વિરોધી છે, જ્યારે અમુક ફેવરમાં છે. મુખ્ય આઠમાં રો ખન્ના, પ્રમિલા જયપાલ, અમી બેરા, સુહાસ સુબ્રમણ્યમ, અમીષ શાહ, પિયા ડાંડિયા, જોશ કોલ અને નિત્યા રમનનું નામ લેવાય છે. રો ખન્ના, પ્રમિલા જયપાલ, અમી બેરા ટ્રમ્પના વિરોધી છે. અમી બેરા તો ગુજરાતના રાજકોટનું કનેક્શન પણ છે, જ્યારે તેઓ ગુજરાતી પણ બોલી જાણે છે. અમી બેરા કેલિફોર્નિયાની છઠ્ઠી સીટનું પ્રતિનિધિત્વ કરે છે. સુહાસ સુબ્રમણ્યમાં પણ ટ્રમ્પની પોલિસી વિરોધી છે, પરંતુ વિવેક રામાસ્વામી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીથી ચૂંટણી લડી રહ્યા છે. મૂળ ગુજરાતી પરિવારના અમિષ શાહ પણ ટ્રમ્પના વિરોધી છે. વ્યવસાયે ડોક્ટર એવા અમિષ શાહની ટક્કર રિપબ્લિકના ડેવિડ શ્વાઈકર્ટ સામે છે. ઉપરાંત, મૂળ રાજસ્થાની પરિવારની પિયા ડાંડિયા યુએસ હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ માટે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે રો ખન્ના વિરુદ્ધ રિપબ્લિકન પાર્ટીના રિતેશ ટંડન મેદાનમાં છે.

ઉપરાંત, મેરિલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર અરુણા મિલર પણ ફરી ચૂંટણીના મેદાનમાં છે. બીજી બાજુ ડેમોક્રેટિકના ગવર્નર વેસ મૂરની સામે ચૂંટણી લડી રહ્યા છે. સામે પક્ષે દેશના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર સરિતા કોમાટિરેડ્ડીનો મુકાબલો એટર્ની જનરલ લિટિટિયા જેમ્સ સામે છે, જ્યારે મેસેચ્યુએટ્સમાં શિવા અય્યાદુરઈ વિપક્ષના ઉમેદવારપદેથી અમેરિકન સેનેટની ચૂંટણી લડી રહ્યા છે.

અમેરિકન પ્રતિનિધિ સભા એટલે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં પણ ભારતીય મૂળના અનેક ઉમેદવાર મેદાનમાં છે, જેમાં કેલિફોર્નિયામાં 17મી સીટ પર ડેમોક્રેટિક સાંસદનો રો ખન્નોની ટક્કર રિપબ્લિકનના રિતેશ ટંડન સામે છે, જ્યારે વોશિંગ્ટનની સાતમી સીટ પર વર્તમાન સાંસદ પ્રમિલા જયપાલની સામે રિપબ્લિકનના ઉમેદવાર નીરવ શેઠ છે. એના સિવાય કેલિફોર્નિયાની ત્રીજી સીટ પર ડેમોક્રેટિક ઉમેદવાર અમી બેરા ફરી ચૂંટણી લડી રહ્યા છે.

વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમ ફરી ચૂંટણી લડવાના મૂડમાં છે. એરિઝોનાની પહેલી બેઠક પર ડેમોક્રેટિક ઉમેદવાર અમીષ શાહનો મુકાબલો રિપબ્લિકન ઉમેદવાર જે ફિલી સામે છે. ફ્લોરિડામાં 22મી બેઠક પરથી પિયા દાંડિયા, નોર્થ કેરોલિનાની ચોથી સીટ પર રિપબ્લિકન મહેશ મેક્સ ગનોરકર મેદાનમાં છે, જ્યારે ઓહાયોમાં 13મી સીટ પર સંદીપ દીક્ષિત અને મિશિગનમાં અનિલ કુમાર અપક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.

મેયર અને સ્ટેટ એસેમ્બલી માટે ભારતીય ઉમેદવાર મેદાનમાં
સ્થાનિક ચૂંટણીમાં ભારતીય ઉમેદવારની ચર્ચા જોરમાં છે. ભારતમાં જન્મેલી લોસ એન્જલસ સિટી કાઉન્સિલની સભ્ય નિત્યા રમણ મેયર કરેન બાસની સામે ઊભી છે, જ્યારે ઉટાહમાં સોલ્ટ લેક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની સિમ ગિલ અને કેલિફોર્નિયાના ઓકલેન્ડ સિટી કાઉન્સીલની સભ્ય જનની રામચંદ્રન પણ ચૂંટણીના મેદાનમાં છે. જ્યોર્જિયામાં રોહિત મલ્હોત્રા ફુલ્ટન કાઉન્ટીમાં કમિશન માટે ચૂંટણી લડી રહ્યા છે. સ્ટેટ એસેમ્બલી ઈલેક્શનમાં ભારતીય મૂળના ઉમેદવારોની સંખ્યા પણ વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!