October 28, 2026
ટોપ ન્યુઝ

FASTag Relief: નવેમ્બરથી સસ્તામાં બનશે લોકલ ટોલ પાસ! વાહનચાલકોના બચશે હજારો રૂપિયા; જાણો કોને મળશે લાભ?

Spread the love

નવી દિલ્હી: રોજબરોજ નેશનલ હાઈવે પરથી અવરજવર કરતા સ્થાનિક વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આગામી પહેલી નવેમ્બર, 2026થી લોકલ ટોલ પાસના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે. જો તમે પણ નેશનલ હાઈવે પર આવેલા કોઈ ટોલ પ્લાઝા નજીક રહો છો, તો હવે તમારે રોજિંદા પ્રવાસ માટે મોટો ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે.

કેન્દ્ર સરકાર અને હાઈવે ઓથોરિટીના આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓના હાઈવે પર રોજેરોજ આવવા-જવાના ખર્ચમાં મોટો ઘટાડો થશે અને વાર્ષિક હજારો રૂપિયાની બચત થશે. ચાલો વિસ્તારથી આ વિશે જાણીએ કે આખરે કોને આ નવા નિયમથી ફાયદો થશે…

કોને મળશે આ સસ્તા ટોલ પાસનો લાભ?
20 કિલોમીટરની મર્યાદા: આ રાહત દરે મળતા લોકલ કન્સેશનલ પાસનો લાભ ફક્ત તે જ વાહનચાલકો મેળવી શકશે, જેઓ સંબંધિત નેશનલ હાઈવે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના ઘેરાવા (રેડિયસ)ની અંદર કાયમી વસવાટ કરે છે.
માત્ર પ્રાઈવેટ વાહનો માટે: આ સુવિધા કેવળ નોન-કમર્શિયલ (બિન-વ્યાવસાયિક) ખાનગી વાહનો એટલે કે કાર, જીપ કે વાન માટે જ ઉપલબ્ધ રહેશે. ટેક્સી કે અન્ય વ્યાવસાયિક વાહનોને આ રાહત મળશે નહીં.
એક્ટિવ FASTag ફરજિયાત: વાહનચાલકના પ્રાઈવેટ વાહન પર યોગ્ય અને એક્ટિવ FASTag લગાવેલું હોવું અનિવાર્ય છે, જે વાહનના રજિસ્ટ્રેશન સાથે જોડાયેલું હોવું જોઈએ.

સ્થાનિકોને વાર્ષિક હજારો રૂપિયાનો થશે ફાયદો

* સામાન્ય રીતે હાઈવે પરથી વારંવાર પસાર થતા સ્થાનિક લોકોને દર ફેરે પૂરો ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો, જેના કારણે મહિને હજારો રૂપિયાનો બોજ પડતો હતો.

* નવા નિયમો અનુસાર ટોલ પ્લાઝાના ચોક્કસ લોકેશન અને કેટેગરી મુજબ નજીવા વાર્ષિક ચાર્જ સાથે લોકલ પાસ ઇશ્યૂ કરવામાં આવશે.

* પાસ મેળવવા માટે વાહનચાલકે પોતાનું એડ્રેસ પ્રૂફ જેમ કે આધાર કાર્ડ/વીજળી બિલ/વોટર આઇડી કાર્ડ અને વાહનની આરસી બુક ટોલ પ્લાઝા કે અધિકૃત પોર્ટલ પર વેરિફાય કરાવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!