October 23, 2026
મનોરંજન

Happy Birthday: 53 વર્ષની ઉંમરે પણ પચીસ વર્ષની અભિનેત્રીઓને ટક્કર આપે છે મલાઈકા અરોરા, જાણો તેની સક્સેસફુલ સફર!

Spread the love

વીજે તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર બોલિવૂડની ‘આઈટમ નંબર ક્વીન’ અને ફિટનેસ આઈકન મલાઈકા અરોરાના જન્મદિવસ વિશે ખાસ વાતો

હિન્દી સિનેમાના સૌથી સ્ટાઈલિસ્ટ અને ગ્લેમરસ કલાકાર મલાઈકા અરોરા આજે 53 વર્ષની થઈ છે. પચાસ વર્ષની ઉંમર પાર કર્યા પછી પણ આગળ વધવામાં પીછેહઠ કરી નથી. મલાઈકા અરોરાએ ભલે વધુ ફિલ્મો કરી નથી, પરંતુ આજે પણ રેમ્પ ચાલે છે ત્યારે પચીસ વર્ષની અભિનેત્રીઓની ટક્કર આપે છે. મલાઈકા પોતાની બ્યુટીની સાથે એની ફિટનેસને લઈને પણ ખાસ ચર્ચામાં રહે છે ત્યારે આજે જાણીએ તેની અદાઓની સ્પેશિયલ સ્ટોરીની.

મલાઈકાએ એમટીવીમાં કામ કર્યું એન્કરિંગનું
મલાઈકા અરોરાની કારકિર્દીની શરુઆત બોલીવુડની અભિનેત્રી તરીકે થઈ નહોતી. નેવુંના દાયકામાં જ્યારે ભારતમાં કેબલ ટીવી અને પોપ કલ્ચરની શરુઆત થઈ હતી, ત્યારે એમટીવી લોન્ચ થયું હતું. એ વખતે મલાઈકાની એમટીવીની ચેનલથી શરુઆત થઈ હતી, ત્યારે એ વખતે વીજે તરીકે પોતાની સફરની શરુઆત કરી હતી. ક્લબ એમટીવી અને લવ લાઈન જેવા લોકપ્રિય શોને હોસ્ટ કરતી હતી. એ વખતે મલાઈકાની બેસ્ટ અંગ્રેજી-હિન્દીનું એન્કરિંગ પણ કરતી હતી અને તેની ફેશન સેન્સને કારણે પણ ચર્ચામાં રહેતી હતી. નેવુંના દાયકામાં જાણીતી અભિનેત્રીઓની સાથે તેની પણ એક ચુલબુલી મોડલ તરીકે ગણતરી થવા લાગી હતી.

ચલ છૈયા, છૈયા અને મુન્ની બદનામથી લોકપ્રિય
1998માં આવેલી મણિરત્નમની દિલ સેમાં એઆર રહેમાનના જાણીતા ગીત ચલ છૈયા, ચલ છૈયા ગીતથી વધુ જાણીતી બની હતી. ટ્રેન પર ફિલ્માંકન કરવામાં આવેલા ગીતમાં મલાઈકાની એક્ટિંગને લોકોને પસંદ પડી હતી. એ ફિલ્મથી મલાઈકા અરોરા આઈટમ નંબર ક્વીન બની ગઈ હતી. એના પછી મલાઈકા અરોરાએ કાલ ધમાલ, માહી વે, અનારકલી ડિસ્કો ચલી અને દબંગ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. દબંગ ફિલ્મમાં મુન્ની બદનામ હુઈ ગીતથી પણ તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો.

દબંગ અને દબંગ ટૂ માટે પ્રોડ્યુસર તરીકે કામ કર્યું
મલાઈકા ડાન્સર ક્વીનની સાથે એક સફળ પ્રોડ્યુસર પણ બની હતી. ટીવી રિયાલિટી શોમાં પણ હવે જજ તરીકે જોવા મળે છે, જ્યારે ટીવીના જાણીતા શોમાં નચ બલિયે, ઝલક દીખલા જા. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટથી લઈને ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર જેવા બ્લોકબસ્ટર ટીવી શોમાં ભાગ લઈને પોતાની ટીઆરપીમાં વધારો કર્યો છે. એની સાથે તેને અરબાઝ ખાન સાથે મળીને પ્રોડક્શન હાઉસમાં કામ કર્યું હતું, જેમાં દબંગ અને દબંગ ટૂ જેવી સુપરહીટ ફિલ્મોનું પણ પ્રોડ્યુસિંગનું કામ કર્યું હતું.

આજે ભલે મલાઈકા 53 વર્ષની થઈ પણ તેની ફિટનેસ, ટોન્ટ બોડી અને પરફેક્ટ ફિઝિકને લઈ સૌકોઈ હેરાન છે, જે ફક્ત કહેવા પૂરતા કસરત કરતી નથી, પરંતુ પોતાની ફિટનેસને ધર્મ માને છે. સયમસર ખાવાપીવાની સાથે સૂવા માટે ચોક્કસ સમય ફાળવે છે. નેવુંના દાયકાની વીજે મલાઈકા આજે પણ સક્સેસફુલ બિઝનેસવુમન અને ફિટનેસ ક્વીન તરીકે નામ કમાવ્યું છે, જે કદાચ જાણીતી અભિનેત્રીઓને મળ્યું નહીં. આજે તો હેપી બર્થડે કહીને શુભેચ્છાઓ આપી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!