October 23, 2026
ટોપ ન્યુઝ

અરુણાચલ સરહદે ચીન સામે ફરી તણાવ: ITBP ડીજીનો દાવો, વિપક્ષે સરકારને ઘેરી

Spread the love

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે આમને-સામને ઘર્ષણ, ચીને LAC નજીક ટેન્ટ બાંધતા રાજકારણ ગરમાયું

ચીનની સાથે સામાન્ય સંબંધો હોવાના દાવાની વચ્ચે અરુણાચલ પ્રદેશની સરહદ પર તણાવના સમાચાર છે. ભારત-તિબેટ સરહદ પોલીસ એટલે આઈટીબીપીના મહાનિર્દેશક શત્રુજીત કપૂરે જણાવ્યું કે હજુ અરુણાચલ પ્રદેશમાં અનેક જગ્યાએ ભારતીયો અને ચીની સૈનિકોની વચ્ચે આમનેસામને ઘર્ષણ થયું હતું, જ્યારે હજુ પણ એવી જ સ્થિતિ પ્રવર્તે છે. આ નિવેદન પછી વિપક્ષ પણ સરકારની સામે ગંભીર સવાલો ઊઠાવ્યા છે.

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર તણાવની વાત ચર્ચામાં છે. આઈટીબીપીના ડાયરેક્ટર જનરલ રાજસ્થાનના અલવરમાં આઈટીબીપી કર્મચારીઓની વચ્ચેના એક કાર્યક્રમમાં વખતે તેમણે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં અનેક જગ્યાએ ભારતીય અને ચીની સૈનિકો આમનેસામને આવી ગયા હતા, જ્યારે અત્યારે પણ એવી જ સ્થિતિ પ્રવર્તે છે. અલવરમાં ઉપસ્થિત ડાયરેક્ટર જનરલે આઈટીબીપીના નવગઠિત શૌર્ય કમાન્ડો બટાલિયનની કામગીરીની પ્રશંસા કરી હતી. આ ટકરાવમાં કમાન્ડોએ અસરકારક ભૂમિકા નિભાવી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આઈટીબીપીની શક્તિ ઊંચાઈવાળા વિસ્તારોમાં કામ કરવાનો અનુભવ છે, જ્યારે આ ક્ષમતામાં પણ વધારો કરવાની જરુરિયાત છે.

મીડિયાના અહેવાલ અનુસાર જુલાઈના અંતથી અરુણાચલ પ્રદેશના અસાફિલા અને તક્ષિંગ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. રિપોર્ટ અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ પર્વતીય સુબનસિરી જિલ્લાના તક્ષિંગ સર્કલમાં માજા કંપનીના સંચાલન ક્ષેત્રના ઊંચાઈવાળા વિસ્તારોમાં ટેન્ટ બાંધ્યા છે અને આ ટેન્ટ એલએસીથી લગભગ છઠથી સાત કિલોમીટરના અંતરે છે. માજા નજીક ભારતીય અને ચીની સૈનિકો આમનેસામને આવી ગયા હતા. શરુઆતના ઘર્ષણ પછી બંને પક્ષ પોતપોતાના વિસ્તારમાં પરત ફર્યા હતા, પરંતુ એના પછી ચીની સૈનિકોની સંખ્યામાં વધારો થયો છે અને વધુ ટેન્ટ લગાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદને લઈ આર્મી અને વ્યૂહાત્મક સ્તરે વાતચીત જારી છે. અગાઉ છઠ્ઠી ઓગસ્ટના ભારત-ચીન સીમા મુદ્દે 36મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એના પછી પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારત વતીથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પ્રતિનિધિત્વ કર્યું હતું. છઠ્ઠી સપ્ટેમ્બરના અરુણાચલ પ્રદેશના વાચા-દમાઈ સીમા પર બેઠક યોજવામાં આવી હતી, જ્યારે એના અગાઉ પણ સૈન્ય બેઠક મુખ્ય રીતે પૂર્વ લદ્દાખના ચુશુલ-મોલ્ડો વિસ્તારમાં પણ કરવામાં આવી હતી.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સરકારને સવાલ કરતા પૂછ્યું હતું કે સરહદ પર ઘર્ષણ, ચીનની સાથે વિક્રમી વેપારી ખાધ, ગલવાન પછી વડા પ્રધાનનું નિવેદન અને ઓપરેશન સિંદૂરમાં ચીનની ભૂમિકાનું શું? જયરામ રમેશે સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરતા લખ્યું હતું કે ભારત સરકાર ચીનને નિરંતર રાહતો આપી રહ્યું છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોની સાથે ઘર્ષણની સ્થિતિ પ્રવર્તે છે. આ મુદ્દે સેનાના જવાનોની પ્રશંસા કરી હતી, પરંતુ વડા પ્રધાન સરકારવતીથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!