નિષ્ફળતા અને સ્પર્ધાથી ડરવાની જરૂર નથી: ભગવાન કૃષ્ણ પાસેથી શીખો સફળતાના 5 સુવર્ણ નિયમો

આજની જિંદગીમાં વિકલ્પ અઢળક છે, પરંતુ નિર્ણય લેવાનું પણ મુશ્કેલ. કયા ફિલ્ડમાં જવું, કઈ પરીક્ષાની તૈયારી કરવી કે સોશિયલ મીડિયા પર બીજાની સફળતા જોઈને પણ પોતાની જાતને ઓછી આંકવી નહીં. નિષ્ફળતા પછી પણ પોતાની જાતને સફળતાના દ્વાર સુધી લઈ જવામાં મહેનત કરવી. સખત મહેનત કર્યા પછી પણ પરિણામ મળે નહીં તો સ્ટ્રેસ લેવો નહીં અને નિરાશ થવું નહીં. આ સંજોગોમાં શું કરવું તો એની વિગતે વાત કરીએ. એક કરતા અનેક સવાલોના જવાબ તમને ભગવદ ગીતામાં અચૂક મળે છે. ગીતાજીમાં ફક્ત ધર્મની વાત કરી નથી, પરંતુ તમારા નિર્ણય, કર્મ, અપેક્ષા અને માનસિક સ્થિતિ અંગે વિગતવાર વાત જણાવી છે અને એને ભગવાન કૃષ્ણએ સારી રીતે સમજાવ્યું છે.
ડૂ ધ જોબ, ડોન્ટ વેટ ફોર ધ રિઝલ્ટ
ભગવાન કૃષ્ણજીએ કહ્યું છે કે ફળની ચિંતા કરશો નહીં અને ચિંતામાં રહેવું નહીં. કુરુક્ષેત્રમાં અર્જુન સામે સંકટ હતું. યુદ્ધનું શું પરિણામ હતું મારા પોતાના લોકોનું શું થશે એ સવાલોની મૂંઝવણ પડ્યા પછી હથિયાર છોડવાની વાત જણાવી હતી. કૃષ્ણએ કહ્યું કે ભવિષ્યની કોઈ ગેરન્ટી આપી નહીં પણ કર્મ અને કર્તવ્ય યાદ કરાવ્યું. આજના સ્પર્ધાના યુગમાં દુનિયામાં એક ફોર્મ્યુલા કામ કરે છે. પેપર કેવું જશે, કટ ઓફનું શું થશે. પેપર લીક તો થશે નહીં, પણ બધી વાત તમારા કંટ્રોલમાં નથી, તેથી પરિણામ નહીં પણ ફક્ત એક્શન તમારા હાથમાં છે એને અનુસરો.
ડોન્ટ કમ્પેરિઝન અને એમાંથી બહાર નીકળો
આજના સફળતાના યુગમાં તરત માનવી પોતાની બીજા સાથે કમ્પેર કરે છે. સોશિયલ મીડિયાની રીલ પણ બધુ પર્ફેક્ટ બતાવે છે, જેમાં એકબીજા સાથે તુલના પણ કરે છે પણ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને બીજાની કામગીરીના બદલે પોતાના કર્તવ્યને જોવાનું કહ્યું છે. મતલબ દોસ્ત આઈઆઈટીમાં જાય અને કોઈ સ્ટાર્ટ અપ કરે અને સરકારી નોકરી મળી જાય તો એનો અર્થ એ નથી કે તમારી ટાઈમલાઈન ખોટી છે. બીજાના પગલે જવાને બદલે તમારો રસ્તો તમે જ પસંદ કરો.
નિર્ણય લેવાથી ભાગશો નહીં
ગીતાની શરુઆતમાં સૌથી મોટું કન્ફ્યુઝન જોવા મળે છે. અર્જુનની પાસે કોઈ માહિતી નથી પમ સમસ્યા હતી કે શું કરવું અને શું નહીં કરવું. પણ આજે તો મોટા ભાગના લોકોની સાથે અનેક વિકલ્પો છે, જેમ કે એન્જિનિયરિંગ, મેડિસિન, લો, ડિઝાઈન, સરકારી નોકરી અથવા એઆઈ બેઝ્ડ કેરિયર, પરંતુ કૃષ્ણ ભગવાને અર્જુન માટે નિર્ણય લીધો નહીં. કૃષ્ણએ અર્જુનનું કન્ફ્યુઝન દૂર કર્યું હતું અને સવાલો દૂર કરીને નિર્ણય લેવા કહ્યું હતું. ટૂંકમાં, સવાલ નહીં પણ નિર્ણય લેતા શીખો.
રિઝલ્ટને તમારી ઓળખ બનાવશો નહીં
મોટા ભાગના કિસ્સામાં જ્યારે વ્યક્તિને નિષ્ફળતા મળે છે ત્યારે નાસીપાસ થઈ જાય છે, પરંતુ એને તમારી જિંદગીની ઓળખ બનાવવી જોઈએ નહીં. કુરુક્ષેત્રમાં અર્જુન નાસીપાસ થાય છે ત્યારે કૃષ્ણએ કહ્યું કે એ નિષ્ફળતા કે નાસીપાસ એ તારી ઓળખ બનાવીશ નહીં. જેમ કે કોઈ કોલેજમાં એડમિશન મળે નહીં તો એનાથી તમારી ક્ષમતા પર પણ સવાલ ઊઠાવશો નહીં. પરીક્ષામાં નાપાસ થયા પછી પણ એ તમારી નિષ્ફળતા નથી. રિજેક્ટ થયા પછી પણ એ તમારી નિષ્ફળતા નથી, તેથી એક વાત યાદ રાખી લો કે એ ફેઈલ્યોર કેન નોટ ડિસાઈડ હુ યુ આર.
તમારામાં રહેલી ધીરજને ગુમાવશો નહીં
ઈન્ટરનેટના જમાનામાં તમને બધુ ઈન્સ્ટન્ટ મળે એના માટે ઉતાવળ કરશો નહીં. લર્નિંગ અને સ્કિલ અને કેરેક્ટર બનાવતા તમને વાર લાગી શકે છે. કૃષ્ણએ મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને પોતાનો અલગ રસ્તો પસંદ કરવા કહ્યું અને હથિયાર ઉઠાવવા કહ્યું અને અર્જુનના સારથી પણ બન્યા. સૌથી શક્તિશાળી ભૂમિકા પણ નિભાવી. મૂળ વાત પેશન્સની છે. તમારામાં રહેલી ધીરજ તમને સફળતા અપાવે છે એ નક્કી છે, તેથી ઉતાવળે આંબા પાકે નહીં એનું ધ્યાન રાખો.
