September 1, 2026
રમત ગમત

એક જિંદગીના કેટલા ઉતારચઢાવઃ દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસીએ ફરી કેમ લીધો સન્યાંસ, દેશ માટે શું લખ્યું?

Spread the love


દુનિયાની સૌથી લોકપ્રિય રમત પૈકી ફૂટબોલનો વલ્ડ કપ ગયા મહિને પૂરો થયો. દોઢ મહિનાથી વધુ ચાલેલી રમતમાં અનેક અપસેટ સર્જાયા, જેમાં અનેક સ્ટાર ફૂટબોલરે નિવૃત્તિ પણ જાહેર કરી હતી, જે પૈકી હવે આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનલ મેસીએ નિવૃત્તિ જાહેર કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો. 39 વર્ષના લિયોનલ મેસીની નિવૃત્તિ સાથે એક ગોલ્ડન યુગનો અંત આવ્યો છે, પરંતુ સ્ટાર હોય કે સેલિબ્રિટીઝ ચાહે કોઈ ખેલાડી પણ જિંદગીમાં સફળતા પછી નિષ્ફળતાના ડોઝ પણ કડવા હોય એ સ્ટાર ખેલાડીની જિંદગી પરથી લાગે છે. એટલા માટે તેને એક વાર નહીં બીજી વાર 39 વર્ષની ઉંમરે સન્યાંસ લીધો છે.

સર્વોચ્ચ મુકામે પહોંચ્યા પછી સફળતા નહીં
લાંબા સમય સુધી મેસીએ આંતરરાષ્ટ્રીય કેરિયર પણ સફળતાના શિખરે પહોંચ્યા પછી હારજીત વચ્ચે ઘૂમતી રહી હતી. વ્યક્તિગત કેરિયરની વાત કરીએ તો બાર્સિલોના સાથે ક્લબ ફૂટબોલમાં નિરંતર પોતાનું પ્રભુત્વ જમાવ્યું અને એક બેલન ડીઓર જીતવા અને પોતાની મરજી પ્રમાણે અવનવા રેકોર્ડ બનાવવા છતાં રાષ્ટ્રીય ટીમની જર્સી પહેર્યા પછી પણ એ સફળતાના સર્વોચ્ચ મુકામે તો પહોંચી શક્યો નહીં. 2021ની શરુઆત સુધી આર્જેન્ટિનાની સિનિયર ટીમની સાથે મેસીએ ટ્રોફી મળવાનું મુશ્કેલ હતું.

2016માં પણ સન્યાંસની કરી હતી જાહેરાત
2014માં ફિફા વર્લ્ડ કપ ફાઈનલ બ્રાઝિલમાં શરુ થઈ હતી, જ્યાં જર્મની સામે એડિશનલ ટાઈમમાં આર્જેન્ટિના હાર્યું હતું. જર્મનીના મારિયો ગોએત્ઝેના ગોલે આર્જેન્ટિનાને હરાવ્યું હતું. એના પછી 2015 અને 2016માં ગોલ નહીં કરવા બદલ મેસીએ મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, ત્યારે એને કહ્યું હતું કે મારા માટે રાષ્ટ્રીય ટીમની સફર ખતમ થઈ છે. મારાથી જે કંઈ થતું હતું તે તમામ કર્યું પણ ચેમ્પિયન નહીં બનવાનું ઘણું દુખ હતું.

2018-2019 પણ આર્જેન્ટિના માટે સારું પ્રદર્શન કરી શક્યું નહીં
આ સંન્યાસ વધુ ટક્યો નહીં, કારણ કે પ્રશંસકો બળવો કર્યો અને એના પછી રાષ્ટ્રપતિએ વ્યક્તિગત અપીલ કર્યા પછી મેદાનમાં મેસી પાછો ફર્યો હતો, પરંતુ રસ્તા મુશ્કેલ હતો. 2018 વર્લ્ડ કપમાં ટીમની અંદરના આંતરિક વિવાદ પછી રાઉન્ડ ઓફ 16માં ફેંકાઈ ગઈ, જ્યાં ફ્રાન્સની સામે 4-3થી હાર થઈ હતી. 2018 પછી 2019માં હાર્યા પછી મેસીએ ટીમમાં રેફરીની ટીકા કરવાને લઈ વિવાદ થયો હતો. એક પછી એક વર્ષોમાં સફળતા જોજનો દૂર રહી હતી.

2024માં આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવીને રાહતનો દમ લીધો
આટલેથી પણ મેસી અને આર્જેન્ટિનાનું મન ભરાયું નહીં. તેમણે અમેરિકામાં આયોજિત 2024 કોપા અમેરિકાનો ખિતાબ જીતીને પોતાના તાજનું રક્ષણ કર્યું. આ જીતે ફૂટબોલ જગત સમક્ષ એ સાબિત કરી દીધું કે રમતની દુનિયામાં આર્જેન્ટિનાનો દબદબો લાંબા સમય સુધી ટકી રહેવા માટે બન્યો હતો.
આખરી સલામ મેસ્સીની આ જાદુઈ સફર 2026 ફીફા વર્લ્ડ કપ ચક્ર સુધી ચાલુ રહી.

207 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા પછી કારકિર્દીનો અંત
અમેરિકા-મેક્સિકો અને કેનેડાની યજમાનીમાં આયોજિત ટૂર્નામેન્ટમાં એક અનુભવી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પરખાયેલી આર્જેન્ટિનાની ટીમે બહાદુરીથી મુકાબલો કર્યો અને અંતે વધુ એક અત્યંત મુશ્કેલ ફાઈનલમાં જગ્યા બનાવી. જોકે, ફાઈનલમાં આર્જેન્ટિનાને સ્પેન સામે 1-0ના અત્યંત નજીકના તફાવતથી હારનો સામનો કરવો પડ્યો. આ ટૂર્નામેન્ટની સમાપ્તિ સાથે જ 207 આંતરરાષ્ટ્રીય મેચોની પોતાની અસાધારણ કારકિર્દીનો અંત લાવતા મેસીએ ભીની આંખો સાથે નિવૃત્તિની જાહેરાત કરી અને ખૂબ જ શાંત અવાજે કહ્યું, મારી પાસે હવે દેશને આપવા માટે કશું બાકી નથી બચ્યું. દિગ્ગજ ફૂટબોલ ખેલાડી મેસીએ 21 વર્ષની શાનદાર કેરિયર પછી ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી સન્યાંસ લીધો છે, જેને અગાઉ અંતિમ ઈન્ટરનેશનલ મેચ ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં રમ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!