August 28, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝનેશનલ

ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના નાકમાં દમ કોણ લાવ્યું હતું, સ્લીપર સેલ કરવાની આવી હતી નોબત…

Spread the love

ઓપરેશન સિંદૂરમાં S-400 અને બ્રહ્મોસ મિસાઈલની ભૂમિકાથી ગભરાયેલા પાકિસ્તાને જાસૂસો સક્રિય કર્યા હતા

ઓપરેશન સિંદૂરને લઈ રોજે રોજ અવનવા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. આ અંગે તાજેતરમાં નિવૃત્ત એર માર્શલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને ભારતમાં હાજર રશિયન એર ડિફેન્સ સિસ્ટમની જાણકારી મેળવવા માટે જાસૂસ અને સ્લીપર સેલને એક્ટિવ કર્યાં હતા.
ઓપરેશન સિંદૂર વખતે ઈન્ડિયન એરફોર્સના વેસ્ટર્ન એર કમાન્ડમાં કમાન્ડર રહી ચૂકેલા એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાની લડાકુ વિમાનોએ ભારતી સરહદના 200 કિલોમીટરના દાયરામાં રોકવા માટે એસ-400 સિસ્ટમે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

પાકિસ્તાને પછી સ્લીપર સેલ એક્ટિવ કર્યાં
નિવૃત્ત એર માર્શલે કહ્યું કે પાકિસ્તાન આ જાણકારી મેળવવા માટે પરેશાન થઈ ગયું હતું કે એસ-400 ક્યાં છે અને એને જાણવા માટે યેનકેન પ્રકારે યુક્તિઓ કરી હતી. બીજા દેશોના સેટેલાઈટની મદદ મળી હતી, જ્યારે પાકિસ્તાન હવામાં આવનારા એસ-400 પાડી દેતું હતું અને એસ-400 પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની ગયું હતું અને એના પછી હતાશ પાકિસ્તાન પોતાની જાત પર પણ ઉતરી આવ્યું હતું. સ્લીપર સેલ શુધ્ધા એક્ટિવ કરી નાખ્યા હતા. એટલું જ નહીં, જાસૂસોને પણ સક્રિય કરી નાખ્યા હોવાનું જણાવ્યું હતું.

તમામ હવાઈ ગતિવિધિઓને રોકવા માટે સક્ષમ
હવે તમને સવાલ થયો હશે કે એર ડિફેન્સ એસ 400 શું છે. રશિયન બનાવટની એર ડિફેન્સ એસ-400 ભારતનું સુદર્શન ચક્ર કહેવાય છે, જે દુનિયાભરની સૌથી એડવાન્સ લોંગ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ સિસ્ટમ પૈકીની એક છે. આ લડાકુ વિમાન, સર્વેલન્સ પ્લેટફોર્મ અને ક્રૂઝ મિસાઈલની સાથે બેલેસ્ટિક મિસાઈલ સહિત અન્ય હવાઈ હુમલાને શોધી કાઢે છે અને ટ્રેક કરવાની સાથે એના પર હુમલો કરવા સક્ષમ હોય છે.

જૂનમાં એસ-400 સિસ્ટમનું ચોથું સ્ક્વોડ્રન મળ્યું
પાકિસ્તાને પંજાબના આદમપુર એરફોર્સ સ્ટેશન પર હુમલો કર્યો હતો, કારણ કે પાકિસ્તાનને લાગ્યું હતું કે પંજાબમાં એસ-400 સિસ્ટમને રાખવામાં આવી છે. જોકે, ઓપેરશન સિંદૂર વખતે પાકિસ્તાન તરફના ડ્રોન એટેકને બચાવવા માટે પણ આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જૂન મહિનામાં જ ભારતને એસ-400 સિસ્ટમનું ચોથું સ્ક્વોડ્રોન મળ્યું હતું.

બ્રહ્મોસ મિસાઈલ સુપરસોનિક એર લોન્ચ્ડ મિસાઈલ
ભારતની બ્રહ્મોસ મિસાઈલની ક્ષમતા અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતનું બ્રહ્મોસ મિસાઈલ પણ એક સફળ સ્વદેશી છે. ઓપરેશન સિંદૂર પછી પણ અનેક દેશ ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. બ્રહ્મોસ મિસાઈલ પોતાની સુપરસોનિક એર લોન્ચ્ડ મિસાઈલ છે અને એની સ્પીડ અને એટેકને રોકવાનું મુશ્કેલ છે. આ મિસાઈલ પંદર કિલોમીટરની ઊંચાઈ સુધી જાય છે અને સુપરસોનિકના માફક સ્પીડ પકડે છે તેને રોકવાનું મુશ્કેલ છે. બહ્મોસ રશિયા અને ભારત વચ્ચે દ્વારા નિર્મિત જોઈન્ટ વેન્ચર છે, જે દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ પ્રણાલીમાંની એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!