Heart Attack Early Symptoms: છાતીમાં બળતરા કે થાકને સામાન્ય ન ગણતા, જાણો હાર્ટ એટેક પહેલા દેખાતા 5 મુખ્ય લક્ષણ

હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણોઃ અમદાવાદ-મુંબઈ સહિત સમગ્ર દેશમાં ફૂડ ક્વોલિટી મુદ્દે લોકોમાં સજાગતા વધી છે, તેમાંય વળી ફૂડ-રેસ્ટોરા સૌથી વધુ સાવધ બન્યા છે, પણ સામાન્ય માણસ તો પોતાની રીતે જ જિંદગી જીવવા ટેવાયેલો છે. અનિયમિત જીવનશૈલીને કારણે બીમારીઓના ભોગ બનવું પડે છે, તેમાંય કોરોના મહામારીને કારણે હાર્ટ એટેક આવવાના કિસ્સા વધ્યા છે એ વાત નકારી શકાય નહીં. કામકાજમાં વધતો તણાવ, અનિયમિત જીવનશૈલીને કારણે વૃદ્ધોની તુલનામાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, તેથી અમુક બાબતોમાં ખાસ કરીને સાવધાની રાખવી જરુરી છે, તેમાંય અમુક લક્ષણોને અવગણવા નહીં. ચેતતા નર સદા સુખીના માફક જો તમને તમારા શરીરમાં અમુક લક્ષણો જણાઈ આવે તો ચોક્કસ સાવધ બનવું. હાર્ટ એટેક પૂર્વે વ્યક્તિએ આ પાંચ બાબતની અવગણના કરવી નહીં.
છાતીમાં દુખાવો કે દબાણ અનુભવાય તો…
સૌથી પહેલી બાબત તો જો તમને છાતીમાં દુખાવો કે દબાણ અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય કે પછી શરીરમાં અચાનક પરસેવો આવી જતો હોય તો કોઈ પણ જાતના વિલંબ વિના પહેલા ડોક્ટરનો સંપ્રક કરવો જરુરી બને છે. એના સિવાય તમને ઠંડો પરસેવો આવવો કે પછી ચક્કર કે પછી ઓમિટિંગ જેવું લાગે તો પણ તમારા બોડીમાં અસાધારણ ક્રિયા થઈ રહી છે, તેથી સાવધ બનવું જોઈએ. સૌથી મહત્ત્વની બાબત જો તમને ડાયબિટીસ કે હાય બીપીની સમસ્યા હોય તો પણ અસાધારણ લક્ષણોની અવગણના કરવી નહીં.
શરીરના અન્ય ભાગમાં અસ્વસ્થતા થઈ શકે
હાર્ટ એટેકના લક્ષણમાં બીજી બાબત એ છે કે એવું પણ નથી કે તમને ફક્ત છાતીમાં દુખાવો થાય કે અસહજ અનુભવો. શરીરમાં તમને ખભા, હાથ, પીઠ કે પછી પેટના ઉપરના ભાગમાં અસ્વસ્થતા અનુભવી શકો છો. એટલું જ નહીં, પેટમાં ગેસ સંબંધિત સમસ્યાને લઈને અસહજતા જેવું જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરુરી બને છે.
શ્વાસ લેવામાં તકલીફ જણાય તો
હૃદય સુધી જો તમારું લોહી અને ઓક્સિજન પહોંચતો ના હોય તો પણ તમને મુશ્કેલી હોવાનું કહી શકાય. જેમ કે શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે ચાલવા કે સીડી ચઢવાની સાથે સામાન્ય કામ કરવામાં પણ જો અસ્વસ્થતા લાગે તો તેની સામે આંખ આડા કાન કરશો નહીં.
છાતીમાં ભાર, દબાણ કે બળતરા થાય તો
સવારે ઊઠ્યા પછી ફુલ ફ્રેશ હોય કે પછી આરામ કર્યા પછી તમને નબળાઈ જેવું લાગે કે પછી સામાન્ય કામકાજ કરવામાં મન ના લાગે કે થાક લાગે તો પણ તે હાર્ટ એટેકનું પણ કારણ હોઈ શકે છે, જે ખાસ કરીને મહિલાઓએ અવગણના કરવી જોઈએ નહીં. હાર્ટ એટેક પૂર્વે છાતીમાં ભાર લાગવાની સાથે બળતરા થવી કે પછી અસ્વસ્થતા અનુભવો તો એનું ધ્યાન રાખો. જો વારંવાર બને તો એને સામાન્ય માનશો નહીં.
જ્યારે હાર્ટને પૂરતો ઓક્સિજન મળે નહીં
હાર્ટ એટેક પહેલા હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં લોહીનો પ્રવાહ ધીમો પડી શકે છે અને ધમનીઓમાં કોલેસ્ટ્રોલ પ્લેક અસ્થિર થઈ શકે છે. એટલું જ નહીં, લોહીનો ગઠ્ઠો થઈ શકે, જે કદાચ હૃદયનો પૂરતો ઓક્સિજન ન મળે તો હાર્ટ એટેકનું રિસ્ક વધારી શકે છે. આ ઉપરાંત, હાર્ટ એટેકના શરુઆતના લક્ષણોને સામાન્ય થાક કે માનસિક તણાવ સમજી અવગણો તો તમારા માટે કદાચ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે, તેથી તેની અવગણના કરશો નહીં.
(આ લેખ ફક્ત માહિતી માટે અને તેનો ઉપયોગ કે અનુસર્યા પહેલા ડોક્ટરની સલાહ લેવાનું જરુરી છે)
