નેપાળ પૂરમાં 500થી વધુના મોત વચ્ચે મમતાનો વિજય: માસૂમ ટ્વિન્સ રેસ્ક્યૂનો વીડિયો વાયરલ
નેપાળમાં ચારેય બાજુ પૂરથી આવેલી તબાહી જોવા મળી રહી છે, જ્યાં ધરાશાયી થતાં મકાનો અને પોતાના સ્વજનોને શોધતી તરસતી આંખો. આ જ તબાહી વચ્ચે બે માસૂમ જિંદગીઓ મોતનના મુખમાં એવી રીતે ફસાઈ હતી કે જોનારાઓના રુવાડાં ઊભાં થઈ ગયા. હજુ તો દુનિયામાં કદમ મૂક્યાને થોડા જ દિવસો થયા હતા કે આ જોડિયા નવજાત બાળકો કુદરતની થપાટમાં ફસાયા હતા. 26 ઓગસ્ટ 2026ના આવેલું વિનાશક પૂર જ્યારે ગામડા, બજારોને ગળી જઈ રહ્યું હતું, જ્યાં મૃત્યુઆંક રોજ વધી રહ્યો છે, ત્યાં નેપાળ આર્મીના જવાનો દેવદૂત બનીને પહોંચ્યા અને જવાનોએ પોતાના જીવના જોખમે એ ટવિન્સ નવજાતને બચાવ્યા હતા અને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ એની પ્રશંસા કરી હતી.
મહિલા જવાન જાણે માતા બનીને આવી
હૃદયસ્પર્શી રેસ્ક્યુનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકોની આંખ ભીની થઈ રહી છે. વીડિયોમાં નેપાળ આર્મીના એક મહિલા જવાન બંને નવજાત બાળકોને પોતાના છાતીએ વળગાડેલી જોવા મળી રહ્યા છે. આ મહાવિનાશમાં નવજાતોએ માતા-પરિવાર ગુમાવ્યો હશે, પરંતુ આર્મીની મહિલા જાણે તેમની રક્ષક બની હોય એવું લાગ્યું હતું. આ મહિલા જવાન માત્ર તેમની રક્ષક જ બની નહોતી, પરંતુ પોતાની મમતાની છાયામાં લપેટીને માનો એ અધૂરો પ્રેમ પણ આપી દીધો. તબાહીના આ મંજર વચ્ચે માનવતાનો વીડિયો સૌને ગમી ગયો હતો.
VIDEO | Nepal floods: Rescued twin children comforted by Nepal Army personnel amid ongoing relief operations. pic.twitter.com/12fLMnjS0f
— Press Trust of India (@PTI_News) August 27, 2026
મૃતકોની સંખ્યા 500ને પાર, 800 બચાવાયા
નેપાળ અને તિબેટમાં અચાનક આવેલા ભીષણ પૂરના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 500ને પાર થઈ ગઈ છે. બીજી તરફ, બચાવકર્તાઓ 290 ભારતીય નાગરિકો સહિત ગુમ થયેલા સેંકડો લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે લાગેલા છે. નેપાળ પોલીસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 50 વિદેશીઓ સહિત 796 લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 800 લોકોને માર્ગ રસ્તેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, નેપાળમાં પૂરના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 500ને પાર થઈ ગઈ છે.
વિદેશ મંત્રાલયે મદદ માટે શરુ કર્યો કંટ્રોલ રુમ
નેપાળમાં પૂર બાદ ભારતના ઘણા લોકો ગુમ છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે 24×7 વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમ નેપાળમાં ફસાયેલા કે પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને જરૂરી મદદ અને માહિતી પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે નેપાળમાં પૂર સંબંધિત કોઈપણ કટોકટીની સ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાય છે. આ સિવાય કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે પણ ઇમરજન્સી કcontact નંબર જાહેર કર્યા છે. આ નંબરો પર વોટ્સએપ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે. વિદેશ મંત્રાલયે નેપાળમાં સ્થાનિક સ્તરે મદદ માટે વિવિધ નેપાળી સત્તામંડળોના હેલ્પલાઇન નંબર પણ શેર કર્યા છે.
વિદેશ મંત્રાલયનો 24×7 કંટ્રોલ રૂમ ટેલિફોન: +91 11 2308 8718, +91 11 2308 8719 છે.
. વોટ્સએપ કોલ/મેસેજ: +91 9968291988
. ઈ-મેલ: situationroom@mea.gov.in
. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબર: +977 985 131 6807, +977 970 910 7500, +977 981 032 6117 છે.
નેપાળના મુખ્ય હેલ્પલાઇન નંબર:
. ટૂરિસ્ટ પોલીસ: +977 9851289445
. નેપાળ આર્મી: +977 9851072914
. ઈ-મેલ: dgmi-foreign@nepalarmy.mil.np
