માત્ર ₹20માં ₹2 લાખનો વીમો: જાણો પીએમ સુરક્ષા વીમા યોજના (PMSBY)ના ફાયદા અને અરજી પ્રક્રિયા
ઓછા ખર્ચે પરિવારને આર્થિક સુરક્ષા આપતી સરકારી સ્કીમ: જાણો પાત્રતા, ક્લેમ પ્રોસેસ અને ઓટો-ડેબિટના નિયમો.
બે લાખ રુપિયાના એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવરઃ પીએમ સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય-PMSBY) ધીમે ધીમે દેશમાં લોકપ્રિય બની રહે છે. સામાન્ય સંજોગોમાં કોઈ પણ ઈન્શ્યોરન્સ પોલિસી લેવા માટે વર્ષમાં લાખો રુપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડતું હોય છે, પણ સરકારે હવે 20 રુપિયાના એન્યુઅલ પ્રીમિયમમાં બે લાખ રુપિયાના એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર પૂરું પાડવામાં આવે છે.
PMSBYના ફાયદા અને કવરેજ રકમઃ વાસ્તવમાં પીએમ સુરક્ષા વીમા યોજના ઓછી ઈન્કમ ધરાવનારી જનતાને આર્થિક સુરક્ષા આપવાના ઉદ્દેશથી સરકાર મારફત આ વ્યક્તિગત અકસ્માત વીમા યોજના શરુ કરવામાં આવી છે. પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ સ્કીમ હેઠળ જો કોઈ દુર્ઘટનામાં મૃત્યુ અથવા વિકલાંગ આવવા પર સરકાર દ્વારા કવરેજ રકમ આપવામાં આવે છે.
પ્રીમિયમ કપાત અને ઓટો-ડેબિટ સુવિધા
પીએમ સુરક્ષા વીમા યોજનામાં રજિસ્ટર્ડ વ્યક્તિનું જો એક્સિડન્ટમાં ડેથ થાય અથવા તો સંપૂર્ણપણે દિવ્યાંગ બને તો બે લાખ રુપિયા સુધીનું કવર ચૂકવવામાં આવે છે. એટલું જ નહીં, કોઈ અકસ્માતમાં પીડિતને આંશિક રીતે દિવ્યાંગ થાય તો સરકાર દ્વારા એક લાખ રુપિયા સુધીનું કવરેજ પૂરું પાડવામાં આવે છે. અઢારથી 70 વર્ષ સુધીની ઉંમર ધરાવનારી કોઈ પણ વ્યક્તિને આ સ્કીમનો લાભ થઈ શકે છે અને દર વર્ષે રિન્યૂ કરવાની રહે છે.
PMSBYનો ક્લેમ રેશિયો અને સેટલમેન્ટના આંકડા
આજના મોંઘવારીના જમાનામાં ફક્ત 20 રુપિયા બચાવીને પરિવાર માટે બે લાખ રુપિયાની સરકારી ગેરન્ટી ધરાવતી આર્થિક સુરક્ષા પણ મળી શકે છે. આ સરકારી વીમા યોજનાના લાભાર્થી બનવા માટે એક એક્ટિવ બેંક એકાઉન્ટ હોવાનું જરુરી રહે છે. જો તમારી પાસે એકથી વધુ બેંક એકાઉન્ટ હોય તો પણ તમને માત્ર એક બેંક ખાતા પરથી જ સ્કીમનું કવરેજ મેળવી શકો છો. યોજના અન્વયે રજિસ્ટ્રેશન પિરિયડ પહેલી જૂનથી 31 મે સુધીનો હોય છે. દર વર્ષે પહેલી જૂન અથવા તે પહેલા તમારા બેંક ખાતામાંથી ઓટો ડેબિટ સુવિધા છે, જે ઓટોમેટિક 20 રુપિયાનું પ્રીમિયમ સીધું જ કપાઈ જાય છે.
શરુઆતથી મે 2024 સુધીમાં સરકારને 1.80 લાખ દાવા મળ્યા
સરકારે નવમી મે, 2015ના સ્કીમ લોન્ચ કરી હતી. સરકારના દાવા અનુસાર આ યોજનાની શરુઆતથી મે 2024 સુધીમાં સરકારને કૂલ 1.80 લાખ દાવા મળ્યા હતા, જેમાં 1.37 લાખ દાવાનું સેટલમેન્ટ કરીને 2,728 કરોડ રુપિયાની ચૂકવણી કરી હતી, જ્યારે જૂન, 2024થી 16 એપ્રિલ 2025 સુધીમાં આ યોજનામાં 36.86 કરોડ નવા લાભાર્થીના નામ ઉમેરાયા હતા. એટલું જ નહીં, 33,000થી વધુ દાવા પૈકી 19,000થી વધુ દાવાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું, જે પૈકી 377 કરડ રુપિયાની રકમ ક્લેમ તરીકે ચૂકવી હતી.
તમારી એક જ ક્લિકમાં મળશે તમને તમારા સવાલોના જવાબ અને એના માટે સરકારની વેબસાઈટ પર જાઓ (https://jansuraksha.in/pmsbyScheme)
આજનો સવાલ તમારા માટે?
શું તમે તમારી બેંકમાં ઓટો-ડેબિટ ઓપ્શન શરુ કરાવ્યો છે? આજે જ નજીકની બેંક શાખાનો સંપર્ક કરો.
