July 15, 2026
ગુજરાતટોપ ન્યુઝધર્મ

આજે 149મી રથયાત્રાઃ અમદાવાદ બનશે ભગવાન જગન્નાથમય, જાણો મહત્ત્વની વાતો…

Spread the love

અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં શ્રદ્ધાનો ઉત્સવ: મંગળા આરતીમાં અમિત શાહ હાજર રહેશે, સ્માર્ટ પોલીસિંગ સાથે રૂટ સજ્જ
tv13 credit
ગુજરાતના અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળશે. રથયાત્રા માટે ભવ્ય તૈયારીઓ સિવાય સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ આસમાનથી લઈને જમીન પર પણ ચુસ્ત નજર રાખી રહ્યું છે. 16.2 કિલોમીટર લાંબી રથયાત્રાના રુટ પર ત્રણ મુખ્ય રથની સાથે 18 ગજરાજ, 103 ટ્રક અને 30 અખાડા સામેલ થશે. સુરક્ષાની દૃષ્ટિએ સમગ્ર રુટ પર 26 રેન્જ અને 1,397 પોઈન્ટમાં વહેંચવામાં આવ્યા છે, જ્યારે 10 આઈજી અને ડીઆઈજી સહિત 30,000થી વધુ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે, ત્યારે આજની રથયાત્રાનું સૌને ઘેલું રહેશે.

મુખ્ય પ્રધાન પહિંદ વિધિ પછી રથ ખેંચશે
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ખુદ સમગ્ર રુટની સુરક્ષાની દૃષ્ટિએ સમીક્ષા કરી હતી અને રથાયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવશે, જ્યાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે, ત્યાર પછી રથ ખેંચશે અને એના પછી રથ આગળ વધશે. પોલીસની જવાનો મારફત સુરક્ષાની સાથે સ્માર્ટ પુલિંસિંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને થ્રીડી મેપિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

પોળના લોકોમાં વિશેષ ઉત્સાહ
અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યાનુસાર 100થી વધુ ડ્રોન, ગજરાજ જીપીએસ-સીસીટીવી સહિત સંદીગ્ધો માટે એઆઈ ફેસ રિકોગ્નિશન કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા માટે કડક થ્રીડી મેપિંગ અને બોડી વોર્ન કેમેરા જેવી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. પોલીસના કડક બંદોબસ્ત સાથે રથયાત્રાના સમગ્ર રુટને અતિક્રમણ મુક્ત અને સ્વચ્છતા સાથે સરસ મજાનો સજાવવામાં આવ્યો છે. એના સિવાય અમદાવાદમાં અષાઢ મહિનાની બીજના પાવન પર્વને લઈને અમદાવાદના રહેવાસીઓમાં ખાસ કરીને પોળના લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે, જ્યાં બહારગામથી પણ લોકો ખાસ સેલિબ્રેશન માટે આવે છે.

રથયાત્રાનો રુટ કયો હશે, જાણી લો
પ્રસ્થાન જમાલપુર જગન્નાથ મંદિર મ્યુનિસિપલ ઓફિસ, રાયપુર ચકલા, આસ્ટોડિયા, કાલુપુર સર્કલ મોસાળ સરસપુર અને સરસપુરથી કાલુપુર સર્કલ પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આરસી હાઈસ્કૂલ, ઘીકાંટા, માણેકચૌક અને જગન્નાથ મંદિર. રથયાત્રા અમદાવાદમાં વિશેષ મહત્ત્વ છે, જ્યારે સૌથી મોટું ધાર્મિક આયોજન પણ છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો આવે છે અને અડધું અમદાવાદ ભગવાન જગન્નાથમય બને છે.


સુરક્ષાની રીતે 30,000થી વધુ પોલીસના જવાનોની સાથે પંદર એસઆરપીએફ અને નવ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, રથયાત્રાના સુરક્ષિત આયોજન માટે ગજરાજોની સલામતી અને આરોગ્ય પર વધુ અસરકારક રીતે નજર રાખવા માટે એલિફન્ટ મોનિટરિંગ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે.

. રથયાત્રાનો કાફલોઃ 3 મુખ્ય રથ, 18 ગજરાજ, 103 ટ્રક અને 30 અખાડા.

. સુરક્ષા બંદોબસ્તઃ 30,000+ પોલીસ જવાનો, 15 SRPF અને 9 સેન્ટ્રલ પેરામિલિટરી કંપનીઓ.

. હાઈટેક ટેક્નોલોજીઃ 100+ ડ્રોન, AI ફેસ રિકોગ્નિશન કેમેરા, 3D મેપિંગ, એલિફન્ટ મોનિટરિંગ સિસ્ટમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!