દેશમાં કેટલા ટકા લોકો પાસે છે પાસપોર્ટ, જાણો વિદેશ મંત્રાલયનો નવો નિયમ
ભારતીય પાસપોર્ટ અધિનિયમ 1967 હેઠળ પાસપોર્ટ માત્ર વિદેશ પ્રવાસનો દસ્તાવેજ છે, દેશની વસ્તીના માત્ર 8% લોકો જ ધરાવે છે પાસપોર્ટ
વિદેશ જવા માટે પાસપોર્ટ હોવાનું જરુરી છે, જેમાં વિદ્યાર્થીઓ, પર્યટકો અને બિઝનેસમેન તો હંમેશાં વિદેશના કામકાજ માટે પહેલાથી પાસપોર્ટ કઢાવી રાખે છે, પરંતુ તમારી પાસે પાસપોર્ટ છે એ મહત્ત્વનો સવાલ છે. વિદેશ મંત્રાલય જણાવ્યું છે કે ભારતીય પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયાને લઈ ભારતીય પાસપોર્ટ અધિનિયમ, 1967 અન્વયે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર દસ્તાવેજ છે, જેનો ઉદ્દેશ ભારતીય નાગરિકોની વિદેશ યાત્રા અને ભારતથી બહાર જવાના કાયદેસર રીતે નિયમન કરવાનો છે. એની સાથે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે દેશમાં કૂલ પાસપોર્ટ છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પાસપોર્ટ જારી કરવામાં આવ્યા પહેલા નિર્ધારિત પ્રક્રિયા અંતર્ગત જરુરી ખરાપણું કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય નાગરિકો અથવા અન્ય કોઈ પાત્ર વ્યક્તિને પાસપોર્ટ જારી કરવાની પૂરી પ્રક્રિયા પાસપોર્ટ અધિનિયમ, 1967 અને પાસપોર્ટ નિયમ, 1980ના નિયમો અનિસાર સંચાલિત થાય છે.
વિદેશ મંત્રાલયના દાવા અનુસાર હાલમાં ભારતની કૂલ વસ્તીના આઠ ટકાથી ઓછા ભારતીય નાગરિકોની પાસે પાસપોર્ટ છે, જ્યારે પાસપોર્ટ જારી કરવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ કાયદાકીય રીતે પાર પાડવામાં આવે છે. 24 જૂનના પાસપોર્ટ સેવા દિવસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાસપોર્ટ પ્રવાસનો દસ્તાવેજ ગણાવ્યો હતો નહીં કે ભારતીય નાગરિકતાનો દસ્તાવેજ. અધિકારીઓએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે પાસપોર્ટનો ઉપયોગ અનેક રાજ્યોમાં ચાલી રહેલી મતદાર યાદીમાં એસઆઈઆર માટે નાગરિકતાના પ્રમાણ તરીકે કરી શકાય છે.
#WATCH | Delhi: MEA spokesperson Randhir Jaiswal says, "An Indian passport is a document that, as per the Passports Act, 1967, is issued by the Government of India to regulate the departure from India of citizens of India. It is issued after due verification laid out by an… pic.twitter.com/iBoDnys4Zl
— ANI (@ANI) July 14, 2026
જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલ પાસે નિયમિત મીડિયા બ્રીફિંગમાં આ બાબતે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘ભારતીય પાસપોર્ટ એક એવો દસ્તાવેજ છે, જે પાસપોર્ટ અધિનિયમ, ૧૯૬૭ અનુસાર, ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોના ભારતમાંથી પ્રસ્થાનનું નિયમન કરવા માટે જારી કરવામાં આવે છે.
