July 7, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ગીરમાં કરિશ્મા! સિંહણે માલધારી પર કર્યો હુમલો, પણ મોત સામે હસતા મોઢે પ્રેમ જીતી ગયો, વીડિયો વાયરલ

Spread the love

ndtv
ગુજરાતમાં પશુપાલન કરનારા માલધારીઓ અને જાનવરો વચ્ચેના સંબંધો અંગે સાહિત્યમાં ઘણું લખાયું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઈ સિંહના ઘર ગણાતા ગીરમાં માણસ અને જાનવર વચ્ચે સંઘર્ષ વધ્યો છે. હવે સિંહો માનવીનો શિકાર કરવા લાગ્યા છે, જેમાં છેલ્લા કેટલાક મહિનાથી અનેક લોકોના મોત થયા છે, પરંતુ ભાવનગરમાં એક એવો બનાવ બન્યો જેને દુનિયાને ચોંકાવી છે હવે માણસનો પ્રેમ જીતી જતા લોકો કહે છે જાનવર પણ પ્રેમથી શરણે થઈ જાય છે. કાળના મુખમાંથી મોત પાછું લાવનારા માલધારીને લોકો લખલૂટ પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે જાણીએ સમગ્ર કિસ્સો ક્યાંનો છે.

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના પાલિતાણાના એક ગામમાં સવાર-સવારમાં એક સિંહણે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને તેને નીચે પાડી દીધો હતો. સિંહણે માલધારી એટલે એ વ્યક્તિ પર હુમલો કર્યા પછી આખુ ગામ દોડી આવ્યું હતું. બંને વચ્ચે લગભગ પચાસ ફૂટનું છેટું હશે, ત્યાં લોકોએ સિંહણને હટાવવાનો પ્રયાસ કર્યો હતો.
માલધારીએ પણ સિંહણની નજીક બેસી રહ્યો. સિંહણે પોતાના જડબા સુધી માલધારીને લઈ ગઈ, પણ એને સિંહણની પીઠ થાબડતા ધીરજ રાખીને બેસી રહ્યો અને આ ખેલ લગભગ અડધો કલાક ચાલ્યો પણ સિંહણના મનમાં રામ વસ્યા હોય એમ દબાતે પગલે ચાલી ગઈ.

ગામના લોકોએ હોંકારા પાડ્યા પણ સિંહણમાં રહેલી ધીરજ અને માલધારીની બહાદુરીની લોકો વાતો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોએ વીડિયો ઉતારીને શેર કર્યાં છે, ત્યારે ચર્ચા શરુ થઈ છે કે માનવી માનવી હોય છે, તેમાં રહેલો પ્રેમ જ સૌને શરણે લાવે છે, જેમાં જાનવર જ કેમ ના હોય. આ બનાવ પછી માલધારીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યારે વન વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે.


સિંહણ આગળ હથિયાર નીચે નહીં મૂકનાર અને પ્રેમથી પંપાળનાર એ માલધારીને ઓળખ કાલુભાઈ ભોગભાઈ ગામરા (ગર્જિયા ગામ) તરીકે કરવામાં આવી છે. હુમલા વખતે તેઓ જમીન પર નીચે સૂઈ ગયા હતા અને તેમના પગ પણ સિંહણના પંજામાં ફસાયેલા હતા, જેમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ વીડિયો અંગે વાઈલ્ડલાઈફ લવર્સે પણ ચિંતા સેવવાની સાથે સિંહોના વ્યવસ્થિત રહેઠાણની વ્યવસ્થા કરવાનું જરુરી છે. જો એમ કરવામાં આવશે તો માનવી અને જાનવર પોત પોતાના એરિયામાં શાંતિથી રહી શકશે. આ બનાવ બન્યા પછી પ્રશાસન પણ ચિંતામાં છે, પરંતુ માનવી તો પોતાના પ્રેમાળ સ્વભાવને કારણે ચર્ચામાં છે કે પ્રેમથી પણ કંઈ પણ શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!