July 7, 2026
ગુજરાતટોપ ન્યુઝ

અમદાવાદ બ્લાસ્ટ કેસ: હાઈ કોર્ટે 38 દોષિતની ફાંસીની સજા રાખી યથાવત, પીડિતોને 10 લાખનું વળતર

Spread the love


11 દોષિતોની આજીવન કેદ પણ માન્ય રાખી, પીડિત પરિવારોને આર્થિક સહાયનો આદેશ

અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં ગુજરાત હાઈ કોર્ટે મંગળવારે મોટો ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટની સ્પેશિયલ કોર્ટે ફાઈનલ ચુકાદો આપ્યો અને 38 જણને આપેલી ફાંસીની સજા પણ યથાવત રાખી, જ્યારે બાકી અગિયાર જણને પણ આજીવન કેદની સજા માન્ય રાખી હતી.

આ ઉપરાંત, હાઈ કોર્ટે પીડિતોને વળતર આપવાનો પણ આદેશ આપ્યો હતો. 2008માં થયેલા વિસ્ફોટમાં 56 લોકોના મોત થયા હતા. પીડિતના પરિવારને 10-10 લાખ રુપિયા અને 200થી વધુ લોકોને એક-એક લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.
આ બનાવ 26 જુલાઈ, 2008નો હતો, જ્યારે અમદાવાદમાં એક પછી 70 મિનિટમાં 21 બોમ્બ ધડાકા થયા હતા, જેમાં 56 લોકોના મૃત્યુ થયા હતા. આ વિસ્ફોટમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા અને બોમ્બને સાઈકલમાં રાખેલા ટિફિન બોક્સમાં છુપાવવામાં આવ્યા હતા.

હુમલાખોરો શહેરની બસ, માર્કેટ અને હોસ્પિટલ સુધી નિશાન બનાવ્યા હતા. વિસ્ફોટ પછી અમદાવાદ અને સુરતમાં પણ બોમ્બ મળી આવ્યા હતા. આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનએ આ વિસ્ફોટની જવાબદારી લીધી હતી અને આ વિસ્ફોટ 2002માં થયેલા ગુજરાતના રમખાણોએ લીધી હતી.
આ કેસમાં સરકારે 78 લોકોને આરોપી બનાવીને 35 અલગ અલગ કેસ નોંધ્યા હતા, જેની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટ બનાવી હતી અને લગભગ 14 વર્ષની લાંબી સુનાવણી પછી ફેબ્રુઆરી 2022માં સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

એ વખતે કોર્ટે 49 દોષીમાંથી 38 જણને ફાંસી અને 11 જણને આજીવનકેદની સજા ફટકારી હતી, જ્યારે પુરાવાના અભાવને કારણે 28 લોકોને મુક્ત કર્યાં હતા. ભારતના ન્યાયિક ઈતિહાસમાં પહેલી વખત 38 જણને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
આ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં 1,150થી વધુ સાક્ષીના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને આઠ ફેબ્રુઆરી 2022ના 6,700થી વધુ પાનાનો ચુકાદો આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટના આ ચુકાદાને દોષીઓએ હાઈ કોર્ટમાં પડકારી હતી, જે મંગળવારે સુનાવણી પછી હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!