વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ: 1 લાખથી વધુના મોતની આશંકા, ઈમરજન્સી જાહેર
બે શક્તિશાળી આંચકાથી સેંકડો ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરાયું

વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપને કારણે 10,000થી એક લાખ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વેનેઝુએલાના મુખ્ય એરપોર્ટ્સ, માઈકેટિયા એરપોર્ટને ભયંકર નુકસાન થયું છે, જેથી બંધ કરવાની નોબત આવી છે. દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સેઝે દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે, જ્યારે આ સંકટમાંથી ઉગરવા માટે તાત્કાલિક એક જનરલની નિયુક્તિ કરી છે. ભૂકંપગ્રસ્ત લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે, જ્યારે ચોક્કસ મૃતકોની સંખ્યા જણાવી નથી, પરંતુ ભૂકંપને કારણે શહેરોના શહેરો ઉજ્જડ બની ગયા છે. દેશમાં મેટ્રો, ટ્રેનસેવાને તાત્કાલિક બંધ કરાવી હતી, જ્યારે એક અઠવાડિયા માટે દેશમાં રજા જાહેર કરી છે.
હજુ પણ આફ્ટરશોક્સ આવવાની શક્યતા
વેનેઝુએલાના ઉત્તર-મધ્ય હિસ્સામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે સમગ્ર દેશને હલાવી નાખ્યો છે. પહેલા 7.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો હતો, ત્યાર પછી 7.5 તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ યુમારે નજીક હતું. પાટનગર કારકાસ સહિત અનેક શહેરોમાં મોટી જાનહાનિના સમાચાર મળ્યા છે. શરુઆતના ભૂકંપ પછી 20થી વધુ આફ્ટરશોક્સ આવ્યા હતા, જેમાં બહુ મોટું નુકસાન થયું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના જિયોફિજિસિસ્ટે જણાવ્યું છે કે વેનેઝુએલાના આસપાસના દેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, પરંતુ આ ભૂકંપ પછી પણ હજુ આફ્ટરશોક્સ આવશે
અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર મળતી માહિતી અનુસાર વાયરલ વીડિયોમાં ચારેબાજુ તબાહી જ તબાહીના દૃશ્યો છે. એક વીડિયોમાં બહુમાળી ઈમારતનો હિસ્સો તૂટી પડ્યો હતો. ચારેબાજુ ધૂળની ડમરીઓ અને લોકોની ચીસાચીસના અવાજ સાંભળવા મળ્યા છે, જ્યારે અમુક લોકો પોતાના બાળકો અને પાલતુ જાનવરો લઈને ભાગતા જોવા મળ્યા હતા.
બીજા એક વીડિયોમાં રસ્તાઓ અને મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. ક્રોકિંટના મોટા મોટા ટુકડાની સાથે પત્તાના મહેલની માફક ઈમારતો તૂટેલી જોવા મળી હતી. પોલીસ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરતા જોવા મળ્યા હતા.
ત્રીજા એક વીડિયોમાં કારકાસના રસ્તાઓ પર અફરાતફરી જોવા મળી હતી. રસ્તા પર લોકો દોડતા જોવા મળ્યા હતા, જ્યારે અમુક લોકોને સુરક્ષિત જગ્યાએ આશરો લેતા જોવા મળ્યા હતા. રસ્તાઓ તો જાણે બે ટુકડા થઈ ગયા હતા, જેથી અનેક રસ્તાઓ બંધ પણ કરવાની નોબત આવી હતી.
#Terremoto #Venzuela pic.twitter.com/t5wQN0NTq0
— Comunas de Medellín (@ComunasMed) June 24, 2026
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ કરાયું છે બંધ
ભૂકંપ વેનેઝુએલામાં આવ્યો હતો, પરંતુ એની સાથે પડોશી દેશ કોલમ્બિયાની રાજધાની બોગોટા સુધી આંચકા અનુભવાયા હતા. લા ગ્વાયરા, વાલેંસિય સહિત અન્ય શહેરોમાં અસર જોવા મળી હતી. દેશની અનેક શહેરોની હોટેલ, સરકારી વસાહતો સહિત રહેવાસી વિસ્તારો ભૂકંપમાં ધ્વસ્ત થયા હતા, જ્યારે મેક્વેટિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ હંગામી ધોરણે રોક લગાવી દેવામાં આવી હતી.
અમેરિકા સહિત અન્ય દેશ મદદ કરવા તત્પર
વેનેઝુએલામાં આવેલા ભૂકંપને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મદદ માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે વેનેઝુએલાના લોકો ભૂકંપનો સામનો કરી રહ્યા છે, જેમાં અનેક લોકોનાં મોત થયા છે, પણ આ સંકટની ઘડીમાં અમેરિકા મદદ કરવા માટે તત્પર છે, જ્યારે બીજી બાજુ અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ કહ્યું છે કે તેમના દેશે 50 ટન સામ્રગી સહિત જરુરિયાતની ચીજવસ્તુઓ સાથે 300 બચાવકર્મી કારકાસ જવા માટે તૈયાર છે. ઈક્વાડોર, બ્રાઝિલ સહિત અન્ય દેશોએ મદદ માટે તૈયારી દર્શાવી છે.
બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
મીડિયાના અહેવાલ અનુસાર 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપની અસર છેક અમેઝોન શહેર સુધી અનુભવવામાં આવી હતી. બ્રાઝિલના એમેઝોન જેવા શહેરોની ઈમારતોને પણ ખાલી કરાવવી પડી હતી. બુધવારે મોડી રાતના ભૂકંપની તીવ્રતા 7.2 હતી, જે બદલીને 7.2 કરી હતી. એનું કેન્દ્ર બિંદુ કેરેબિયન બીચ પરના મોરોન વિસ્તારના પશ્ચિમમાં હતું, જે કારકાસથી લગભગ 168 કિલોમીટર પશ્ચિમમાં છે. વેનેઝુએલામાં આવેલો ભયાનક ભૂકંપ એ કદાચ આ સદીનો સૌથી મોટો વિનાશક હોઈ શકે છે. 90 વર્ષમાં ભારત સહિત અનેક દેશો ભૂકંપગ્રસ્ત છે, જેમાં 5.64 લાખ લોકોના મોત થયા છે.
