પીએમ મોદીએ કરી નહેરુના રેકોર્ડની બરાબરી: 12 વર્ષમાં દેશને બદલનારા ઐતિહાસિક નિર્ણયો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતના પહેલા પીએમ જવાહરલાલ નહેરુના વધુ એક રેકોર્ડની બરાબરી કરી છે. ચૂંટણી જીત્યા પછી સત્તામાં રહીને શાસન કરનારા વડા પ્રધાનના મુદ્દે મોદી હવે સંયુક્ત રીતે પીએમ નહેરુજીની સાથે છે. નવમી જૂન સુધીની વાત કરીએ તો એક ચૂંટાયેલા પીએમ તરીકે 4,398 દિવસ (2014થી ચાલુ) સત્તામાં છે, જે પંડિત નહેરુના શાસનની બરાબરી કરી છે, જેમાં આવતીકાલે પીએમ મોદી એ રેકોર્ડ પણ તોડી નાખશે.
પીએમ મોદીએ આઠમી જૂનના 12 વર્ષ પૂરા કર્યાં છે. પોતાના શાસન દરમિયાન પીએમ મોદીએ અનેક યોજના અને નીતિઓ લાગુ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 12 વર્ષ સત્તામાં પીએમ મોદીએ અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે, જેની વિગતે વાત કરીએ. સૌથી પહેલા ડિજિટલ ક્રાંતિની વાત કરીએ તો 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી દુનિયામાં સૌથી મોટી ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ઈકો સિસ્ટમ બન્યું છે.
યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)ની શરુઆત કર્યા પછી દેશમાં દર મહિને 23 અબજ (2,300 કરોડ)થી વધુ યુપીઆઈ લેણદેણ કરવામાં આવે છે, જે વાસ્તવમાં રેકોર્ડ છે. યુપીઆઈ સિવાય જન ધન ખાતાની તો પ્રધાનમંત્રી જનધન યોજના અન્વયે ઓગસ્ટ 2028 સુધીમાં 58 કરોડથી વધુ ખાતા ખૂલ્યા છે, જેથી લોકો સરકારની યોજનાનો ડાયરેક્ટ લાભ લઈ શકે છે.
ઈન્ફ્રાસ્ટ્રકચરની વાત કરીએ 1.46 લાખ કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. રેલવે ક્ષેત્રે ઈલેક્ટ્રિફિકેશન અને આધુનિક વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનની શરુઆત કરી, જ્યારે ઉડાન યોજના અન્વયે ટિયર-ટૂ અને ટિયર-થ્રી શહેરમાં એરપોર્ટ્સ નિર્માણનો વિકાસ થયો.
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રદ કરી, જે ઐતિહાસિક નિર્ણય હતો. એના સિવાય ગરીબ પરિવારોને ગંભીર બીમારીની સારવાર માટે ખર્ચ બચાવવા આયુષ્માન ભારત (પીએમ-જેવાય) યોજના શરુ કરી હતી. જલ જીવન મિશન, પીએમ આવાસ યોજના અને મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત લોન્ચ કરી. એની અસર ભારતના ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, ડિફેન્સ, ઓટોમોબાઈલ સેક્ટરમાં રોકાણ કરવામાં આવ્યું હતું.
