August 19, 2026
ટેકનોલોજી

યુટ્યુબર્સ માટે મોટા સમાચાર! શોર્ટ્સ અને લોંગ વીડિયો માટે લાગુ થયો સમાન વ્યુ નિયમ, જાણો કમાણી પર શું થશે અસર

Spread the love

શું છે યુટ્યુબનો નવો વ્યુ કાઉન્ટિંગ નિયમ? અને ક્રિએટર્સને શું થશે ફાયદો?

વિશ્વના સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબએ પોતાના પ્લેટફોર્મ પર વીડિયો વ્યુઝની ગણતરી કરવાના નિયમમાં મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમ અનુસાર, હવે યુઝર કોઈપણ વીડિયો પર ક્લિક કરશે અને વીડિયોનું પ્લેબેક શરૂ થશે એટલે કે પહેલી જ ફ્રેમથી તેને એક વ્યુ તરીકે ગણી લેવામાં આવશે. આ ફેરફાર યુટ્યુબના અલગ-અલગ ફોર્મેટ્સ જેમ કે શોર્ટ્સ અને લોંગ વીડિયોઝ વચ્ચે વ્યુઝ કાઉન્ટિંગની પદ્ધતિને એકસમાન બનાવવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવ્યો છે.

શું છે યુટ્યુબનો નવો વ્યુ કાઉન્ટિંગ નિયમ?
જો કોઈ દર્શક વીડિયો શરૂ કરીને માત્ર થોડી સેકન્ડ જોઈને પણ આગળ વધી જશે, તો પણ તે વિડિયો પર એક વ્યુ કાઉન્ટ થઈ જશે. અહીંયા તમારી જાણકારી માટે કે આ અગાઉ યુટ્યુબ શોર્ટ્સ (Shorts) અને સામાન્ય લોંગ વીડિયો માટે વ્યુ કાઉન્ટિંગના નિયમો જુદા-જુદા હતા, જેના કારણે ક્રિએટર્સમાં ગૂંચવણ ઊભી થતી હતી. હવે તમામ વીડિયો ફોર્મેટ માટે પ્લેબેક શરૂ થતાં જ વ્યુ ગણવાનો સમાન નિયમ લાગુ કરાયો છે.

શું ક્રિએટર્સની કમાણી પર અસર થશે?
યુટ્યુબે સ્પષ્ટતા કરી છે કે આ ફેરફારથી કન્ટેન્ટ ક્રિએટર્સની કમાણી પર કોઈ સીધી નકારાત્મક અસર નહીં પડે. વીડિયો પર આવતી જાહેરાતો, સીપીએમ અને એડ રેવન્યુની સિસ્ટમ પૂર્વવત રહેશે, જેથી આવક પર કોઈ જોખમ નથી.

ક્રિએટર્સને શું થશે મોટો ફાયદો?
વીડિયો શરૂ થતાં જ વ્યુ રજિસ્ટર થવાથી ક્રિએટર્સના વીડિયોઝ પર વ્યુઝની સંખ્યા પહેલાં કરતાં ઘણી ઝડપથી વધતી જોવા મળશે. તાજેતરમાં યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ (YPP) માટે મોનેટાઈઝેશન નિયમોમાં ફેરફાર કરીને નવા એકાઉન્ટ્સ માટે વોચ અવર્સના ટાર્ગેટ વધારવામાં આવ્યા છે, ત્યારે ઝડપી વ્યુઝ ક્રિએટર્સને તેમનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં મદદરુપ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!