એરપોર્ટ પર મોટી હોનારત ટળી: રનવે પર બે વિમાન આમનેસામને આવી જતાં મચી ગયો ખળભળાટ
ભારે વરસાદ વચ્ચે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનો એક જ રનવે પર આવ્યા, ATCની સમયસૂચકતાથી સેંકડો મુસાફરોના જીવ બચ્યા.
દેશભરમાં ચોમાસાએ જોરદાર રફતાર પકડી છે, ત્યારે હવાઈ સેવા પર પણ ગંભીર અસર પડી છે. મુંબઈ એરપોર્ટ પર ગઈકાલે રાતના મોટી હોનારત ટળી ગઈ હતી, જેમાં એક રનવે પર બે વિમાન આમનેસામને આવી જતા ખળભળાટ મચી ગયો હતો. એક વિમાન રનવેથી બહાર નીકળ્યું ત્યારે બીજું ટેકઓફની તૈયારી કરી રહ્યું હતું. સદનસીબે સમયસર જાણ થતા મોટી હોનારત ટળી ગઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના બે વિમાન એક જ રનવે પર આમનેસામને આવી ગયા હતા, ત્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ આમનેસામને આવી ગયા હતા. જોકે, એર ટ્રાફિક કંટ્રોલરના કહેવાથી એર ઈન્ડિયાના એરક્રાફ્ટે આ સંજોગમાં પોતાનું ટેકઓફને રોકી દીધું હતું, જેને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.
મંગળવારે રાતના દસ વાગ્યાના સુમારે એર ઈન્ડિયા એક્સપ્રેસ સિલિગુડીથી આવેલી ફ્લાઈટ રનવે પર લેન્ડ થઈ ગઈ હતી, પરંતુ એ વિમાન સંપૂર્ણ રીતે રનવેમાંથી બહાર નીકળી ગયું નહોતું. એ જ વખતે દિલ્હી જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ એ જ રનવે પર ટેકઓફ કરવાની હતી આ સંજોગમાં એરપોર્ટ અધિકારી સતર્ક થઈ ગયા અને એર ટ્રાફિક કંટ્રોલરે તાત્કાલિક એર ઈન્ડિયાના પાઈલટને ટેકઓફ રોકવાનો આદેશ આપ્યો હતો એના પછી વિમાન ટેકઓફ વચ્ચે રોકી દીધું હતું અને ફરી પાર્કિંગ એરિયામાં લાવવામાં આવ્યું હતું.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે સાતમી જુલાઈના મુંબઈથી દિલ્હી જનારી ફ્લાઈટ એઆઈ816ને ઓપરેટ કરનાર ક્રૂને એર ટ્રાફિક કંટ્રોલથી મળેલી માહિતી અનુસાર ટેકઓફ રન માટે રોકવામાં આવ્યું હતું અને પાર્કિંગ એરિયામાં લાવવા જણાવ્યું હતું. એના સિવાય એટીસીના નિર્દેશનું પાલન કરવામાં આવ્યું હતું. જોકે, ટેક્નિકલ તપાસ પછી પ્રવાસીઓને તેમના ડેસ્ટિનેશને પહોંચાડવામાં બીજી વ્યવસ્થા કરવામાં આવી હતી.
અહીં એ જણાવવાનું કે દિલ્હી જનારી ફ્લાઈટ AI816 બોઈંગ 777-300ER વિમાન ઉડાન ભરવાની તૈયારીમાં હતી, જ્યારે સિલિગુડીથી આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ AIX1547 બોઈંગ 737 મેક્સ 8 વિમાન હતું. બંનેમાં કૂલ પેસેન્જર હતા એની માહિતી મળી નથી, પરંતુ તપાસ પછી જાણવા મળશે, પરંતુ ભારે વરસાદને કારણે કદાચ કન્ફ્યુઝન થયું હોઈ શકે છે. હાલમાં વિગતવાર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ગયા વર્ષે અમદાવાદમાં લંડન જનારી ફ્લાઈટ ટેકઓફની ગણતરીની સેકન્ડમાં ક્રેશ થવાથી 241 લોકોનાં મોત થયા હતા, ત્યાર પછી આ વર્ષે પણ અનેક વિમાન ક્રેશ થવાથી સેક્ટર પર ગંભીર સંકટ તોવાઈ રહ્યું છે.
