August 10, 2026
ટ્રાવેલ

ચોમાસામાં ફરવા જતાં પહેલાં લો Monsoon Travel Insurance, જાણો શું-શું થાય છે કવર?

Spread the love


ખરાબ હવામાન, ટ્રિપ કેન્સિલેશન કે મેડિકલ ઈમરજન્સીમાં Monsoon Travel Insurance કેવી રીતે બને છે તમારો આર્થિક ઢાલ? જાણો ખરીદતી વખતે ધ્યાન રાખવાની મહત્વની બાબતો

મોન્સૂનમાં પહાડો, ધોધ અને કુદરતી સૌંદર્યની મજા માણવા માટે ફરવા જવાનો એક અલગ જ આનંદ હોય છે. પરંતુ આ જ ઋતુમાં અચાનક મુસળધાર વરસાદ, ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ), ફ્લાઇટમાં મોડું થવું, ટ્રિપ કેન્સલ થવી કે મેડિકલ ઈમરજન્સી જેવી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં મોટો આર્થિક ફટકો ન પડે તે માટે Monsoon Travel Insurance (ટ્રાવેલ ઈન્સ્યોરન્સ) લેવો ખૂબ જ જરૂરી બની જાય છે.

ટ્રાવેલ ઈન્સ્યોરન્સ કેમ જરૂરી છે?
મોટા ભાગના લોકો બજેટ બચાવવાના ચક્કરમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સ બિનજરૂરી ખર્ચ ગણીને નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ નિષ્ણાતોના મતે, ચોમાસા દરમિયાન વાતાવરણમાં અચાનક આવતા પલટા કે કુદરતી આપત્તિના કારણે આખો પ્રવાસ બગડી શકે છે. આવી પરિસ્થિતિમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

મોન્સૂન ઈન્શ્યોરન્સનમાં શું-શું કવર થાય છે?
ફ્લાઈટ ડિલેઃ ચોમાસામાં ખરાબ હવામાનના કારણે ફ્લાઈટ્સ મોડી પડવી સામાન્ય વાત છે. જો નક્કી કરેલા સમય કરતા વધારે મોડું થાય તો ‘ફ્લાઈટ ડિલે કવરેજ’ હેઠળ વળતર મળી શકે છે. (નોંધ: જો એરલાઈન નિયંત્રણ બહારની અસાધારણ સ્થિતિ હોય તો અમુક કિસ્સામાં શરતો લાગુ પડે છે.)

ટ્રિપ કેન્સલેશન
વરસાદ કે પૂરના કારણે જો તમારે આખી ટ્રિપ કેન્સલ કરવી પડે, તો બુક કરેલી હોટેલ્સ અને ટિકિટના નાણાં ‘ટ્રિપ કેન્સલેશન કવરેજ’ દ્વારા પરત મળી શકે છે.

મેડિકલ ઈમરજન્સી
પહાડી કે દુર્ગમ વિસ્તારોમાં ફરતી વખતે અકસ્માત કે બીમારીના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ અને ઈમરજન્સી ઈવેક્યુએશન (તબીબી સહાય માટે અન્ય સ્થળે ખસેડવું) જેવી સુવિધાઓ ઈન્સ્યોરન્સ પોલીસીમાં સામેલ હોય છે.

સામાન ખોવાઈ જવો કે મોડો મળવો
ચોમાસામાં સામાન પલળી જવો, ખોવાઈ જવો કે મોડો પહોંચવો જેવી સમસ્યાઓ માટે પણ વીમા કંપનીઓ આર્થિક વળતર આપે છે.

ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
કવરેજ ચેક કરો: માત્ર પ્રીમિયમ ઓછું છે તે જોઈને પોલીસી ન ખરીદો. તેમાં મેડિકલ ઈમરજન્સી, ટ્રિપ કેન્સિલેશન અને સામાનનું કવરેજ છે કે નહીં તે ચકાસો.
ક્લેમ સેટલમેન્ટ રેશિયો: જે વીમા કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેકોર્ડ સારો હોય તેની જ પોલીસી પસંદ કરો જેથી જરૂરિયાતના સમયે સરળતાથી ક્લેમ મળી રહે.

જો સરકારે કે સ્થાનિક તંત્રએ કોઈ વિસ્તાર માટે અગાઉથી રેડ એલર્ટ (Red Alert) આપ્યું હોય અને તેમ છતાં તમે ત્યાં મુસાફરી કરો છો, તો ઘણી કંપનીઓ ક્લેમ રિજેક્ટ કરી શકે છે. આ ઉપરાંત, પૂર્વ-હયાત બીમારીઓ (Pre-existing diseases) માટે અમુક શરતો હોય છે, જે પોલીસી ડોક્યુમેન્ટમાં અગાઉથી વાંચી લેવાનું પણ જરુરી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!