કોલમ્બિયામાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ: 132થી વધુ લોકોના મોત, 500થી વધુ ઘાયલ, ઈમારતો પત્તાની જેમ ધસી પડી
બોગોટાથી સેન હોજે ડેલ પાલમાર સુધી ભૂકંપનો હાહાકાર; બહુમાળી ઈમારતો અને એરપોર્ટ પરિસર ક્ષતિગ્રસ્ત
કોલમ્બિયામાં ભૂકંપના વિનાશક આંચકાને કારણે મોટી જાનહાનિના સમાચાર મળ્યા છે, જેમાં મૃતકની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. 7.4 રિક્ટર સ્કેલના ભૂકંપને કારણે 132 લોકોના મોત થયા છે, જ્યારે 500થી વધુ લોકોને ઈજા પહોંચવાના અહેવાલ છે. યુરોપિનય મેડિટિરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના અહેવાલ અનુસાર શરુઆતમાં ભૂકંપની તીવ્રતા 7.4 હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનથી નીચે લગભગ 115 કિલોમીટરની ઊંડાઈમાં હતું.
આંચકા વેનેઝુએલા-ઈક્વાડોરમાં અનુભવાયા
બીજી બાજુ કોલમ્બિયન જિયોલોજિકલ સર્વિસે પ્રાથમિક તબક્કે ભૂકંપની તીવ્રતા 6.7 ગણાવી હતી, પરંતુ ભૂકંપને કારણે અનેક બહુમાળી ઈમારતો પત્તાના મહેલની માફક ધસી પડી હતી, જ્યારે રસ્તાઓ અને એરપોર્ટસ પરિસરને પણ નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. ભૂકંપના ડરને કારણે લોકો મેદાનની નીચે આશરો લીધો હતો. ભૂકંપની અસર પાટનગર બોગોટાની સાથે સાથે પડોશી દેશ વેનેઝુએલા અને ઈક્વાડોરમાં અનુભવ્યા હતા.
સત્તાવાર જાનહાનિના આંકડા આવવાના બાકી
ભૂકંપનું કેન્દ્ર બોગોટાથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં સેન હોજે ડેલ પાલમાર નજીક હતું. કોલમ્બિયન નેસનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટે ભૂકંપની તીવ્રતા 7.4 ગણાવી હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ 79 કિલોમીટરની ઊંડાણમાં હોવાનું જણાવ્યું હતું. ચોકાના ગવર્નર નુબિયા કેરોલિના કોર્ડોબો-ક્યુરીએ જણાવ્યું કે રાજ્યના પાટનગર ક્વિબડોમાં લોકોને વધુ નુકસાન થયું છે, જ્યારે અહીંની રહેવાસી ઈમારતોને સૌથી વધુ નુકસાન થયું છે. હજુ પણ સત્તાવાર રીતે જાનહાનિના આંકડા મળ્યા નથી. બંને એજન્સીના ભૂકંપના આંચકા અંગે અલગ અલગ અહેવાલને કારણે લોકોમાં અસંમજસ પણ છે.
દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ કોલમ્બિયા
કોલમ્બિયા દક્ષિણ અમેરિકાનો એવો દેશ છે, જ્યાં સૌથી વધુ ભૂકંપની અસર થાય છે, જે વિસ્તાર એવી ટેક્ટોનિક પ્લેટોને કારણે છે. આ દેશ ટેક્ટોનિક પ્લેટ બાઉન્ડરી અને ફોસ્ટ સિસ્ટમ નજીક વસેલો છે. કોલમ્બિયન જિયોલોજિકલ સર્વિસ અનુસાર અત્યાર સુધીમાં અહીં 100થી વધુ વિનાશકારી ભૂકંપ આવી ચૂક્યા છે, જેમાં ઈન્ડિયન એરિયા, ઈસ્ટર્ન કોર્ડિલેરાના પૂર્વીય તટ અને પ્રશાંત મહાસાગરનો વિસ્તાર જોખમી ઝોનમાં છે.
🚨 Death toll from Colombia’s magnitude 7.4 earthquake rises to at least 71
◼️ Dozens of buildings are damaged or destroyed across affected cities
◼️ Rescue teams search for survivors trapped under rubble in Cali and Quibdo
◼️ Colombia declares national disaster amid ongoing… pic.twitter.com/IY5B4RtZzV
— Anadolu English (@anadoluagency) August 10, 2026
સૌથી વિનાશક ભૂકંપ 1979માં આવ્યો હતો
કોલમ્બિયામાં સૌથી વિનાશક ભૂકંપ 1979માં આવ્યો હતો. દક્ષિણ-પશ્ચિમી કોલમ્બિયાના ટુમાકોમાં આવ્યો હતો, જેમાં મોટી જાનહાનિ થઈ હતી. સોમવારે 7.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી હવે મૃતકોની સંખ્યા વધી રહી છે, જ્યારે મદદ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકોએ જાહેરાત કરી છે. આ અગાઉ જાપાનમાં પણ 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ દરિયાની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈમાં હતી. આ ભૂકંપે પશ્ચિમી વિસ્તારને સૌથી વધુ પ્રભાવિત કર્યો હતો, જે ટોકિયોથી લગભગ 900 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ સ્થિત છે.
આ પણ વાંચો
જાપાન-વેનેઝુએલામાં 2 કલાકમાં 3 વિનાશક ભૂકંપ, 1200 વર્ષમાં પહેલીવાર સર્જાયો આવો સંયોગ
