May 9, 2026
મનોરંજન

ઐશ્વર્યા રાયનો વાઈરલ થયો 28 વર્ષ જૂનો વીડિયો, સુંદરતા જોઈને થઈ જશો ઘાયલ!

Spread the love

બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક અને બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનના ફેન્સ આજે પણ તેના લૂક્સ અને એક્ટિંગના દીવાના છે. પરંતુ શું તમે જાણો છો કે મિસ વર્લ્ડ બનતા પહેલા કે ફિલ્મોમાં ડેબ્યૂ કરતા પહેલા ઐશ્વર્યા શું કરતી હતી? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

તમને જાણીને નવાઈ લાગશે. ઐશ્વર્યા રાય-બચ્ચન ફિલ્મોમાં આવતાં પહેલા મોડેલિંગ અને એડ (જાહેરાત) જગતમાં પોતાનો મજબૂત પગપેસારો કરી લીધો હતો. તેની સુંદરતાના ચર્ચાઓ એ સમયે પણ એટલા હતા કે ખુદ સુષ્મિતા સેને એકવાર કબૂલ્યું હતું કે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ઐશ્વર્યાનું નામ સાંભળીને તે પોતે પણ ડરી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર અત્યારે ‘The 90s Indias’ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ઐશ્વર્યાની એક જૂની એડ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં ઐશ્વર્યા એક જાણીતી ક્લોધિંગ બ્રાન્ડ માટે અલગ-અલગ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેની સુંદરતા જોઈને ચાહકો કહી રહ્યા છે કે કદાચ આ એડ જોઈને જ સંજય લીલા ભણસાલીએ તેને ‘હમ દિલ દે ચૂકે સનમ’ની ‘નંદિની’ તરીકે પસંદ કરી હશે.

યુઝર્સ કમેન્ટ્સમાં લખી રહ્યા છે કે 90ના દાયકાની ફેશન અને મોડેલ્સ આજના સમય કરતા ઘણા ચડિયાતા હતા. ઐશ્વર્યાએ 1994માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો તે પહેલા જ તે એડ વર્લ્ડની ક્વીન ગણાતી હતી. પેપ્સીની એડ હોય કે ક્લોધિંગ બ્રાન્ડ્સ, તેની દરેક ઝલક લોકોને ઘાયલ કરવા માટે પૂરતી હતી. ઐશ્વર્યા રાયનું નામ મિસ વર્લ્ડથી શરુ થયા પછી બોલીવુડમાં એન્ટ્રી અને સલમાન ખાન સાથેના સંબંધોને લઈ આજે પણ ચર્ચામાં રહી છે, જ્યારે એનાથી વિશેષ બિગ બી પરિવારની વહૂ બન્યા પછી ચર્ચામાં રહે છે. અભિષેક સાથે લગ્ન કરીને પણ આજે બંનેના સંબંધો મજબૂત રહ્યાનું બોલીવુડને પણ આશ્ચર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!