May 26, 2026
વાંચન વૈવિધ્યમહોમ

ચીન સામેના યુદ્ધ વખતે 600 કિલો સોનું સરકારને કોણે આપ્યું હતું, જાણો સોનેરી ઈતિહાસ

Spread the love


પેટ્રોલ-ડીઝલના મોંઘવારીના સંકટ વચ્ચે યાદ આવી 1962ના ભારત-ચીન યુદ્ધની એ ઐતિહાસિક દેશભક્તિની વાત કરીએ…


દેશ અત્યારે મહાસંકટમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સરકાર દર દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યું છે. ચાર વખત વધારો કર્યા પછી હજુ પણ ભાવ વધારો નહીં કરે એની સમસ્યા સૌને સતાવે છે. પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધના સંકટને કારણે મોંઘવારી વધી ગઈ છે. એના અગાઉ સરકારે લોકોને સોનું નહીં ખરીદવાની અપીલ કરી હતી, પરંતુ સરકાર વાસ્તવમાં સંકટ આવી છે અને ઉકેલ પણ વિદેશીઓ કરે એ પહેલા જનતા પણ કરી શકે અને એના જીવતા જાગતા ઉદાહરણની વાત કરીએ કે જેને દેશ માટે 600 કિલો સોનું દેશને દાન આપી દીધું હતું.

1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ વખતે દેશ અને ભારતીય સેના સંસાધનોની અછત અનુભવી રહ્યું હતો ત્યારે બિહારના દરભંગાના રાજવી પરિવારે વિના કોઈ ખચકાટ પોતાના ખજાનામાંથી દેશ માટે પોતાની તિજોરી ખોલી નાખી હતી. થોડા મહિના પહેલાની વાત કરીએ તો આ ઐતિહાસિક દાન કરનારા મહારાણી કામસુંદરી દેવીનું જાન્યુઆરીમાં નિધન થયું હતું, પણ તેમના નિધન સાથે દેશભક્તિ, ત્યાગ અને પરંપરાના નવા અધ્યાય માટે મહારાણીને સદાય યાદ રાખવામાં આવશે.

રાજવી પરિવાર દરભંગાના મહારાણી કામસુંદરી દેવીનું બિહારમાં મોટું નામ હતું. મિથિલાંચલની એક એવી હસ્તી હતા, જેમને દેશને સંકટમાંથી ઉગારવા માટે પોતાની તિજોરી ખોલી નાખી હતી. ભારત-ચીન યુદ્ધ વખતે જ્યારે સરકારે દેશવાસીઓને સહયોગ કરવાની અપીલ ત્યારે સૌથી પહેલા દરભંગાના ઈન્દ્રભવન મેદાનમાં 15 ટન એટલે 600 કિલો સોનું તોલીને દેશસેવાની ફરજ અદા કરી હતી. એટલું જ નહીં, રાજવી પરિવારના ત્રણ ખાનગી વિમાન અને 90 એકર જમીન પણ એરપોર્ટ માટે સરકારને સોંપી દીધી હતી. આ જ જમીન પર અત્યારે દરભંગા એરપોર્ટ સંચાલિત છે, જે ભારતીય ઈતિહાસમાં રાજવી પરિવાર તરફથી મળેલા દાનની દુનિયાએ પણ નોંધ લીધી હતી.

દરભંગાના રાજવી પરિવારનું યોગદાન ફક્ત 1962 પૂરતું મર્યાદિત નથી. આઝાદીના આંદોલનમાં પણ પૂજ્ય મહાત્મા ગાંધીને દરભંગા રાજવી પરિવારનો સહકાર મળ્યો હતો. મહારાજા લક્ષ્મેશ્વર સિંહે પણ આર્થિક મદદ કરી હતી એટલું જ નહીં, આંદોલનના પ્રચારની પણ જવાબદારી ઉપાડી હતી. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ માટે શરુઆતના તબક્કામાં જીવંત રાખવા માટે દરભંગા રાજની ભૂમિકા ઐતિહાસિક માનવામાં આવતી હતી. મહારાણી કામસુંદરી દેવીનું જીવન પણ એનું પ્રતીક હતી, જેમાં સત્તા પ્રાપ્ત કર્યા પહેલા સેવા આપી હતી.

મહારાણી કામસુંદરી દેવીના લગ્ન 1940ના દાયકામાં દરભંગાના રાજવી પરિવારના છેલ્લા શાસક કામેશ્વર સિંહ સાથે થયા હતા. કામસુંદરી દેવી કામેશ્વર સિંહના ત્રીજા પત્ની હતા. મહારાજા કામેશ્વર સિંહનું નિધન 1962માં થયું હતું. પહેલા પત્ની મહારાણી રાજલક્ષ્મી દેવીનું નિધન 1976માં થયું હતું અને બીજા પત્ની મહારાણી કામેશ્વરી પ્રિયાનું અવસાન પહેલાથી થયું હતું. મહારાણી કામસુંદરી દેવી પોતાની મોટી દીકરીના દીકરા કપિશ્વરને દરભંગાના રાજવીના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યાં હતા. ટ્રસ્ટના સંરક્ષણમાં દરભંગામાં સામાજિક સેવા સહિત શિક્ષણમાં મહત્ત્વની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!