ખરમાસ પૂર્ણ: એપ્રિલથી જુલાઈ સુધી લગ્નગાળો અને શુભ મુહૂર્ત
14 એપ્રિલે સૂર્યનું મેષ રાશિમાં ગોચર અને અક્ષય તૃતિયાથી શરૂ થશે લગ્નપ્રસંગોની ધૂમ
પંદરમી માર્ચ, 2026થી ખરમાસનો આરંભ થયો હતો, જે 14 એપ્રિલના સૂર્યની મેષ રાશિમાં ગોચર કરતા સમાપ્ત થઈ જશે. ખરમાસમાં લગ્ન જેવા માંગલિક કાર્યક્રમો વર્જિત હોય છે. ખરમાસ પૂરો થતા એ પણ ખતમ થઈ જશે, જેથી લગ્નપ્રસંગનો માર્ગ પણ મોકળો થશે. આ વર્ષે પંચાગ અનુસાર 14 એપ્રિલ 2026ના સવારે 9.38 વાગ્યાથી સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે, જેમાં ખરમાસ પૂરો થશે. બીજી બાજુ 19 એપ્રિલના અક્ષય તૃતિયા છે, જેનાથી લગ્ન સહિત તમામ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ મુર્હૂત માનવામાં આવે છે.
એપ્રિલમાં લગ્ન માટે શુભ દિવસો
. પંદર એપ્રિલ બુધવારના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં બપોરના 3.22 વાગ્યાથી રાતના 10.31 વાગ્યા સુધી લગ્ન માટે શુભ સમય માનવામાં આવે છે.
. 19 એપ્રિલ, રવિવારના અક્ષય તૃતિયાનો પૂરો દિવસ લગ્ન માટે શુભ માનવામાં આવે છે.
. 20 એપ્રિલ, સોમવાર રોહિણી નક્ષત્રમાં સવારે 4.35 વાગ્યાથી 7.28 વાગ્યા સુધીનો સમયગાળો પણ લગ્ન માટે અનુકૂળ છે.
. 21 એપ્રિલ, મંગળવારઃ મૃગશિરા નક્ષત્રમાં સવારે 4.15 વાગ્યાથી સવારના 5.52 વાગ્યા સુધીનો સમય પણ લગ્ન માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે.
. 27 એપ્રિલ સોમવાર ઉત્તર ફુલ્ગુન નક્ષત્રમાં રાતના 9.18 વાગ્યાથી સવારના 9.35 વાગ્યા સુધી લગ્ન માટે શુભ મુર્હૂત છે.
. 28 એપ્રિલ મંગળવારના આખો દિવસ લગ્ન માટે શુભ છે, જ્યારે 29 એપ્રિલના બુધવારે પણ હસ્ત નક્ષત્ર વખતે સવારના 5.59 વાગ્યાથી સાંજના 7.52 વાગ્યા સુધી લગ્ન માટે શુભ દિવસ છે.
મે-જૂન અને જુલાઈના શુભ દિવસો
મે મહિનામાં ત્રીજી મે (રવિવાર), પાંચ (મંગળવાર), 6 (બુધવાર), 7 ગુરુવાર, 8 શુક્રવાર, 13 અને 14 મે બુધ-ગુરુવારનો સમાવેશ થાય છે. જૂન મહિનામાં 21, 22, 23, 24, 25, 26, 27 અને 29 જૂનના દિવસો શુભ છે, જ્યારે જુલાઈમાં પહેલી, છઠ્ઠી, સાતમી અને અગિયારમી જુલાઈ મહત્ત્વના દિવસો છે.
