March 25, 2026
ટોપ ન્યુઝ

LPG ગેસ બુકિંગના નિયમો બદલાયા? જાણો સરકારની સત્તાવાર સ્પષ્ટતા

Spread the love


સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓથી સાવધાન, ગેસ રિફિલ માટે જૂના નિયમો જ રહેશે લાગુ

NBT Image Credit
ઈરાન અને અમેરિકા વચ્ચેના જંગમાં યુદ્ધવિરામની અટકળોએ હવે જોર પકડ્યું છે, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછત અને ગેસ બુકિંગને લઈ સરકારે રોજે રોજ નવી નવી સ્પષ્ટતા કરવી પડે છે. સરકારની અનેક જાહેરાતો અને બાંહેધરી વચ્ચે પણ લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થાય તો જનતાનું શું થાય એ અફવાને લઈ જનતામાં ડરનો માહોલ પણ ઊભો થયો છે. હવે સરકારે ગેસ બુકિંગના નિયમને લઈ સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.

આ મુદ્દે આજે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે કેટલાક સમાચાર અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ LPG રિફિલ બુક કરવા માટે નવી સમયમર્યાદાનો દાવો કરી રહ્યા છે – જેમ કે PMUY કનેક્શન માટે 45 દિવસ, નોન-PMUY સિંગલ-બોટલ કનેક્શન માટે 25 દિવસ અને નોન-PMUY ડબલ-બોટલ કનેક્શન માટે 35 દિવસ.

ત્યારે આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે છે કે આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. રિફિલ બુકિંગ માટે હાલની સમયમર્યાદા યથાવત છે અને નીચે મુજબ લાગુ રહેશે:

. શહેરી વિસ્તારોમાં 25 દિવસ, અને
. ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ, કનેક્શન પ્રકારને ધ્યાનમાં લીધા વિના.

નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે આવી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અથવા ફેલાવે નહીં; અને LPG રિફિલની બિનજરૂરી અથવા ગભરાટ ભર્યા બુકિંગ ટાળે. એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે દેશમાં LPGનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

અહીં એ જણાવવાનું કે મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અગાઉ સરકારે 14.2 કિલોના ગેસના બદલે 10 કિલો ગેસ આપવાની અફવા પ્રસરી હતી, જે અફવાને કારણે લોકોની ચિંતામાં વધારો થયો હતો, પરંતુ એના અંગે પણ સરકારે સ્પષ્ટતા કરી હતી કે કોઈ 10 કિલોનો ગેસ આપવાની વાત નથી. સરકારે એ દાવાને પણ નિરાધાર અને ભ્રામક ગણાવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે દેશમાં એલપીજી સપ્લાય સુચારુ ઢંગે આપવા અને ગેસ સંબંધિત કાળાબજારના કારોબારને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ એના વજનમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!