March 1, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

ઈરાનમાં ભડકો: ખામેનીનું મોત, નવા નેતાની નિમણૂક

Spread the love

નવા લીડર સાથે 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત, ઈરાનનો 27 લશ્કરી ઠેકાણા પર કર્યો મિસાઈલ એટેક

ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલના ઓપન વોર જાહેર કર્યાના 24 કલાકમાં ઈરાનના સુપ્રીમો અયાતુલ્લાહ ખામેની સહિત પરિવારના અનેક સભ્યો અને મહત્ત્વના કમાન્ડર માર્યા ગયા છે. હવાઈ હુમલામાં અલી ખામેનીની હત્યા પછી દીકરા મોજતબા ખામેનીને દેશના નવા સર્વોચ્ચ નેતા પસંદ કરવામાં આવ્યા છે. સરકારી અહેવાલ અનુસાર 28 ફેબ્રુઆરીના તહેરાનમાં હવાઈ હુમલામાં અલી ખામેનીની કચેરીને નિશાન બનાવ્યું હતું.

આ હુમલામાં 86 વર્ષના ખામેનીનો જીવ ગુમાવ્યો છે. સરકારે કહ્યું છે કે આ હુમલામાં ખાસ કરીને સરકારી ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. ખામેનીની હત્યા પછી ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જયારે સાત દિવસની જાહેર રજા આપવામાં આવી છે. સમગ્ર દેશની સુરક્ષા વ્યવસ્થા વધારી છે, જ્યારે મહત્ત્વના શહેર અને સરકારી ઈમારતો બહાર એડિશનલ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. ઈરાન પણ અમેરિકા પર વળતો પ્રહાર કરીને 27 લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો છે. ઈરાન અમેરિકા અને ઈઝરાયલ પર નિરંતર હુમલો કરી રહ્યા છે. ઈરાને દુબઈ પછી ઈઝરાયલ સેના હેડ ક્વાર્ટર પર હુમલો કર્યો હતો. એની સાથે બગદાદ એમ્બેસીને પણ નિશાન બનાવ્યાના અહેવાલ છે.

ખામેનીની હત્યા પછી મોજતબા ખામેનીની જન્મ 1969માં મશહદ શહેરમાં થયો છે. ઈરાક યુદ્ધ વખતે તેમને રિવોલ્યુશનરી ગાર્ડ તરીકે કામ કર્યુ છે. લાંબા સમયથી પડદા પાછળ રહીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ કોઈ પદ સંભાળ્યું નહોતું. આમ છતાં આર્મી અને અર્ધલશ્કરી દળોની સાથે તેમના સારા સંબંધો હતો. 2009માં થયેલા વિરોધ પ્રદર્શનથી તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. આ પ્રદર્શન વખતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મોજતબા ખામેનીને મહત્ત્વના મજબૂત નેતા માનવામાં આવે છે.

30 સેકન્ડમાં 30થી વધુ નેતા નિશાના પર
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં 30 સેકન્ડમાં 3 શહેરમાં રહેલા 30 નેતાને નિશાન બનતા જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત થયા છે. 30 જગ્યાના હુમલાની ખાસ વાત એ છે કે આ બોમ્બનું વજન 30 ટનથી વધુ હતું. ખામેનીના કમપાઉન્ડને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ખામેની જ્યાં રોકાયા હતા, ત્યાં નિશાન સાધવામાં આવતા અયાતુલ્લા અલી ખામેનીના ઉત્તરાધિકારીનું મોત થયું છે. આ હુમલામાં ખામેનીની દીકરી, દીકરો, જમાઈ અને વહુ પણ માર્યા ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!