February 28, 2026
અજબ ગજબ

માઉન્ટ એવરેસ્ટને એક ઝટકામાં પાર કરતું પક્ષી કયું છે, જાણો તેની વિશેષતા?

Spread the love

audubon.org image Source
30,000 ફૂટની ઊંચા માઉન્ટ એવરેસ્ટને એક ઝટકામાં પાર કરી લેતું પક્ષી કયું છે, જેની ચઢાઈ કરવામાં માનવીને મહિનાઓનો સમય લાગી જાય છે. માનવજાત કરતા જાનવર-પશુપક્ષીની દુનિયા અલગ છે, તેમાંય પક્ષીઓ તો ગણતરીની મિનિટોમાં જોજનો પાર કરી નાખે છે. જોકે, અમુક એવા પણ પક્ષીઓ છે, જે દુનિયાના સૌથી ઊંચા પર્વત પરથી પણ ગણતરીની પળોમાં ઉડી શકે છે જેનું નામ છે બાર હેડેડ ગૂસ (Bar-headed goose). બાર હેડેડ હંસ અથવા ગ્રે હંસ પણ કહેવાય છે.

માઉન્ટ એવરેસ્ટ હોય કે અન્ય ઊંચા પર્વતોના ટ્રેકિંગ કરવામાં માનવીને મુશ્કેલી પડે છે, પણ બાર હેડેડ ગૂસ સફળતાથી ઉડાન ભરી શકે છે. એની વિગતે વાત કરીએ તો બાર હેડેડ ગૂસ હંસની એક પ્રજાતિ છે, જે ઊંચાઈ પર ઉડવામાં ક્ષમતા ધરાવે છે. મોટા ભાગે સફેદ રંગનો ગ્રે હંસ છે, જ્યારે તેના કદકાઠીની રીતે જોવા જઈએ તો તેનો આકાર 30 ઇંચ (લગભગ 75 સેમી) છે. ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ઉડવાનું પસંદ કરનારા બાર હેડેડ ગૂસ ખાસ કરીને અફઘાનિસ્તાન, ભારત અને રશિયા જેવા દેશોમાં જોવા મળે છે. ઉપરાંત, સ્પેન અને કેનેડામાં પણ સ્થળાંતરણ કરવાથી હવે ત્યાં પણ જોવા મળે છે.

બાર હેડેડ ગૂસની ઓળખ તેના માથાના ભાગ બ્લેક એન્ડ વ્હાઈટ પોર્શન હોય છે. એટલે પટ્ટાવાળા હંસનું સૌથી વિશિષ્ટ લક્ષણ તેના મોટા ફેફસાં હોય છે, જ્યારે તેના વિશિષ્ટ સ્નાયુઓ અને અસંખ્ય રક્ત વાહિનીઓ છે, જે તેના શરીરના દરેક કોષમાં ઓક્સિજન પહોંચાડે છે. આનાથી તે પાતળી હવામાં પણ સરળતાથી ઉડાન ભરી શકે છે. દુનિયામાં 10,000થી વધુ બાર હેડેડ ગૂસ જોવા મળે છે, જ્યારે તેની સંખ્યામાં પણ ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે એ ચિંતાની વાત છે.

આ પક્ષી વર્ષમાં એક વખત લાંબા અંતરની યાત્રા કરે છે ત્યારે તે હિમાલયના મુશ્કેલ પર્વતોને પાર કરે છે. એ 30,000 ફૂટના ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટને પાર કરવામાં પાવરધા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે માનવીને વર્ષો સુધી તાલીમ લેવી પડે છે, જેમાં ખાસ કરીને ચઢાણ વખતે જરુરી સામાન પણ પોાતની સાથે રાખવો પડે છે. હંસ વિના કોઈ તૈયારીએ ઉડાન ભરી શકે છે. આ પક્ષી કલાકમાં સાતથી આઠ કલાક ફ્લાય કરે છે, જ્યારે ચારથી પાંચ હજાર મીટરની ઊંચાઈ પર સાતથી આઠ કલાક પાર કરે છે એવું નિષ્ણાતોનું માનવું છે.

જોકે, એવું પણ કહેવાય છે કે જેટલી ઊંચાઈ પર પક્ષી ઉડે છે, ત્યાં ઓક્સિજનની માત્રા પણ ઓછી હોય છે. સામાન્ય પક્ષી અથવા અન્ય જીવનું રહેવાનું મુશ્કેલ રહે છે, પરંતુ આ હંસની જૈવિક સંરચના એવી હોય છે, જે પાતળી હવામાં પર્યાપ્ત ઓક્સિજન લેવાની ક્ષમતા સાથે શરીરને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. પટ્ટાવાળા હંસની શારીરિક ક્ષમતાની સાથે સાથે પ્રવાસી પક્ષીઓ સાહસ અને હિંમતના પણ પ્રતીક છે.

અંતમાં મહત્ત્વની વાત કરીએ તો બાર હેડેડ ગૂસ ખાસ કરીને વસંત ઋતુમાં મોટા ઝૂંડમાં ભારતમાં હિમાલયના પર્વતમાળામાં માઉન્ટ એવરેસ્ટને પાર કરીને તિબ્બેતમાં પોતાનો માળો બનાવે છે. આ પક્ષી 12,000થી 14,000 ફૂટની ઊંચાઈ પરના પર્વતો ઉડવાની પણ ક્ષમતા ધરાવે છે, જ્યાં હવાની સ્પીડ પણ કલાકના 322 કિલોમીટરથી વધુ હોય છે, જ્યારે ઊંચાઈ પર તાપમાન ઓછું હોય છે તેમ જ ઓક્સિજનનું સ્તર પણ એક-તૃતિયાંશ ઘટી જાય છે. પાતળી હવામાં પણ કલાકના 80 કિલોમીટરની ઝડપથી ઉડવા ક્ષમતા ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!