February 26, 2026
ગુજરાત

ગુજરાતના યાત્રાધામો બનશે ‘ગ્રીન’: ₹ 100 કરોડની નવી જોગવાઈ

Spread the love


દ્વારકા, સોમનાથ અને અંબાજી જેવા ધામોમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક અને સોલાર સિસ્ટમ દ્વારા આધુનિકીકરણ

ગુજરાતના યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે, વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુસર વીજ વિતરણ માળખાનું આધુનિકીકરણ કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલિતાણા યાત્રાધામના વિસ્તારોને અગ્રતા આપી ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટેની યોજના રજૂ કરેલ છે. અંડરગ્રાઉન્ડ નેટવર્ક, વ્યવસ્થિત વિતરણ સિસ્ટમ અને આધુનિક સુવિધાઓ થકી યાત્રાધામના સૌંદર્યમાં વધારો થશે. આ ઉપરાંત, યાત્રાળુઓની વીજ સુરક્ષા માટે અને યાત્રાધામને ઊર્જા આત્મનિર્ભર બનાવવા માટેની કામગીરી થશે.

યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે, વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુસર વીજ વિતરણમાળખાનું આધુનિકરણ કરવામાં આવશે. રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો. પ્રવાસન અને મંદિરની કામગીરી તથા તહેવારો દરમિયાન વિશ્વસનીય અને સતત વિજ પુરવઠો મળી રહેશે.

અંડરગ્રાઉન્ડ નેટવર્ક, વ્યવસ્થિત વિતરણ સિસ્ટમ અને આધુનિક સુવિધાઓ થકી યાત્રાધામના સૌંદર્યમાં વધારો થશે. સરકારી ઈમારતો તથા લોકલ ઓથોરીટીની ઈમારતો પર મહત્તમ 500 kW ક્ષમતા સુધીના રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન માટે રાજ્યની સોલાર સબસિડી સહાય.

આ યોજના વીજ વિતરણ નવીનીકરણ થકી નેટવર્કને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને આધુનિક બનાવવા માટે છે, જેમાં કેબલિંગ, ટ્રાન્સફોર્મર અપગ્રેડ અને મેન્ટેનન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રારંભિક તબક્કે દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણા યાત્રાધામના વિસ્તારોને અગ્રતા આપી ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટેની યોજના રજૂ કરેલ છે. યાત્રાળુઓની વીજ સુરક્ષા માટે અને યાત્રાધામ ને ઊર્જા આત્મનિર્ભર બનાવા માટેની કામગીરી થશે.

પ્રથમ તબક્કાના સ્થળો: આ યોજનામાં સૌપ્રથમ દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્ય ફેરફાર: યાત્રાધામોના સૌંદર્યમાં વધારો કરવા માટે ખુલ્લી લાઈનોને બદલે અંડરગ્રાઉન્ડ કેબલિંગ નેટવર્ક સ્થાપવામાં આવશે.

સૌર ઊર્જા પર ભાર: સરકારી અને લોકલ ઓથોરીટીની ઈમારતો પર 500 kW સુધીની ક્ષમતાવાળી રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સબસિડી આપવામાં આવશે.

હેતુ: કાર્બન ઉત્સર્જન ઘટાડવું, સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવો અને યાત્રાધામોને ઊર્જા આત્મનિર્ભર બનાવવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!