February 26, 2026
ધર્મ

ગુજરાતના આ પ્રદેશમાં હોળી-ધુળેટીની એક નહીં 15 દિવસ ઉજવણી કરાય છે, જાણો ક્યાં?

Spread the love

હોળી અને ધુળેટીની મોજ ભારતમાં જ નહીં, પરંતુ એની ચર્ચાં દુનિયાભરમાં થાય છે. ભારતમાં મથુરા-વૃદાંવનના માફક ગુજરાત-મહારાષ્ટ્રમાં હોળી-ધુળેટીની ધૂમ ઉજવણી થાય છે પણ ગુજરાતના એક પ્રદેશમાં હોળી-ધુળેટીની ઉજવણી એક નહીં, પૂરા પંદર-પંદર દિવસ સુધી ચાલે છે. માદરે વતને વસાહતીઓ પાછા ફરીને વતનમાં હોળી ધુળેટી મોજથી ઉજવે છે. જી, હા. ગુજરાતના છોટાઉદેપુરમાં લોકો હોળીની હોંશેહોંશે ઉજવણી કરે છે.

છોટાઉદેપુરમાં હોળી અને ધુળેટીના પર્વનું લોકોમાં વિશેષ મહત્ત્વ છે. આદિવાસી સમુદાયના લોકો આ તહેવાર દરમિયાન ખાસ કરીને છોટા ઉદેપુર, દાહોદ સહિત મધ્ય પ્રદેશના અમુક શહેરમાં મેળાઓનું મોટું આયોજન કરવામાં આવે છે, જ્યાં લોકો જૂની પરંપરા અનુસાર નવા વસ્ત્રો, ઘરેણા પહેરીને ફરવા નીકળે છે, જ્યારે પરંપરાગત વાંસડી, રામઢોલના તાલે ઉત્સાહપૂર્વક ઉજવણી પણ કરે છે.

આ એક સમુદાયનો નહીં, પરંતુ આખા ગામના લોકો મોજથી ઉજવણી કરે છે, જેથી બહારગામ કામાર્થે ગયેલા રહેવાસીઓ પણ હોળી-ધુળેટીની ઉજવણી કરવા તો ઘરે જ આવે છે. આ વર્ષે પણ લોકો દાહોદ-ગોધરા-છોટાઉદેપુર પહોંચ્યા હોવાનું કહેવાય છે. મધ્ય પ્રદેશના ભંગુરિયા ખાતે પણ મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં લોકો આદિવાસી યુવતીઓ એકસરખા વેશ ધારણ કરીને ઢોલના તાલે નાચગાન કરે છે.

મધ્ય પ્રદેશના ભંગુરિયા મેળાના ક્વાંટ તાલુકા અને મધ્ય પ્રદેશમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટે છે. મેળામાં આદિવાસીઓ પોતાની સાંસ્કૃતિક પરંપરા અને એક સરખા વેશ ધારણ કરીને ઢોલ, માંદલ અને પીહાને તાલે નાચગાન કરતી જોવા મળે છે.

અહીં રાજારજવાડાના સમયથી ભંગોર રિયાસતના હાટ બજારો, હોળી પૂર્વે ભંગોરિયા મેળામાં પરિવર્તિત થાય છે. આદિવાસીઓ ખાસ કરીને હોળી પહેલાના સાત અને હોળી પછીના સાત કૂલ મળીને પંદર દિવસ હોળીના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. તહેવાર વખતે વર્ષ દરમિયાન નાચગાન કરીને કુદરતી આભાર માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!