રાંચીથી દિલ્હી જનારી એર-એમ્બ્યુલન્સ ક્રેશ થતા દર્દી સહિત 7 જણનાં મોત
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેમની સાથે પ્લેનમાં સવાર લોકોનાં મોત થયા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હિલચાલ થઈ હતી. આ અકસ્માત પછી સોમવારે રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એબ્યુલન્સને ક્રેશ થયું છે. એર એમ્બ્યુલન્સમાં ચતરા જિલ્લામાં ક્રેશ થયું હતું, જેમાં સાત લોકો સવાર હતા. એર એમ્બ્યુલન્સમાં એક દર્દી, ડોક્ટર, એક પેરામેડિકલ, દર્દીના એટેન્ડન્ટ અને બે ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જેમાં તમામ લોકોનાં મોત થયા છે.
રાંચી એરપોર્ટના અધિકારીએ કહ્યું કે એર એમ્બ્યુલન્સ રાંચી એરપોર્ટથી સાંજના 7.10 વાગ્યાના સુમારે ટેકઓફ કર્યું હતું. ઉડાન વખતે વિમાને સંપર્ક ગુમાવ્યો હતો. સાંજના 7.34 વાગ્યાના સુમારે વિમાન કોલકાતાથી સંપર્ક ગુમાવ્યો અને રડારનો કોન્ટેક્સ વારાણસીથી દક્ષિણ પૂર્વમાં 100 એનએમ (નોટિકલ માઈલ)થી દૂરથી ક્રેશ થયું હતું. એના પછી સંબંધિત એજન્સીને હાઈ એલર્ટ જારી કર્યા પછી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
એર એમ્બ્યુલન્સમાં સવાર લોકોની ઓળખ કેપ્ટન વિવેક વિકાસ ભગત, કેપ્ટન સ્વરાજદીપ સિંહ, સંજય કુમાર દર્દી, અર્ચના દેવી, ધુરુ કિમાર (દર્દીના એટેન્ડન્ટ), ડોક્ટર વિકાસ કુમાર ગુપ્તા અને સચિન કુમાર મિશ્રા પેરામેડિક છે. આ પ્લેન કરમાટાડા ગામની નજીક જંગલમાં ક્રેશ થયું હતું, ત્યાર પછી પોલીસ અને જિલ્લા વહીવટી પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. ગીચ જંગલને કારણે બચાવ કામગીરી હાથ ધરવામાં મુશ્કેલી ઊભી થઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ચતરા પોલીસ કમિશનરે કહ્યું કે ફ્લાઈટમાં સાત સવાર લોકો હતા, જેમાં દર્દી, ડોક્ટર, એક પેરામેડિક, દર્દીના એટેન્ડન્ટ સહિત ક્રૂનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે બચાવ અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ડીજીસીએ કહ્યું છે કે સોમવારે રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડના બીચક્રાફ્ટ સી90 વીટી-એજેવી જે રાંચીથી દિલ્હી મેડિકલ એમ્બ્યુલન્સ ફ્લાઈટ જઈ રહી હતી, જે ઝારખંડના ચતરા જિલ્લાના કસારિયા પંચાયતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ફ્લાઈટ ક્રેશ થવા મુદ્દે એરક્રાફટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) દ્વારા તપાસ કરવામાં આવશે.
