માઈનસ 15 ડિગ્રીમાં 15 સાધુએ કરી કઠોર તપસ્યા, જાણો ક્યાં?
હિમવર્ષા અને હાડ થીજવતી ઠંડીમાં પણ અડગ રહ્યો સાધુઓનો આધ્યાત્મિક સંકલ્પ
હિમાચલની ઊંચાઈઓ પર હાડ થિજીવી નાખતી ઠંડી અને બરફનો વરસાદ હોય પણ આ સંજોગોમાં સ્થાનિક લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે. પણ અસાધારણ હવામાનમાં અમુક સાધુ સંતો પણ આકરી તપસ્યા કરવાનું ચૂકતા નથી. 11,000 ફૂટની ઊંચાઈ પર બદરીનાથ ધામમાં માઈનસ પંદર ડિગ્રી તાપમાનમાં 15 સાધુએ તપસ્યા કરીને ચર્ચામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીરમાં તાપમાનનો પારો ગગડ્યો છે, તેમાંય વળી અમુક શહેરોમાં તાપમાન માઈનસમાં તાપમાન પહોંચી છે, જેમાં અમુક શહેરોમાં તો બરફની ચાદર પથરાઈ ગઈ છે, રાતના તાપમાન માઈનસ પંદર વીસ ડિગ્રીએ પહોંચી છે ત્યારે ત્યારે પંદર સાધુ માઈનસ પંદર ડિગ્રી તાપમાનમાં કઠણ સાધનામાં લીન જોવા મળ્યા હતા. સ્વામી અરસાનંદના મહારાજનો અદભુત સંકલ્પ છે, જેમને છેલ્લા ચાર વર્ષમાં બાર મહિના ત્યાં રહીને તપસ્યા કરી છે.
મહારાજે જણાવ્યું હતું કે અહીંયા પંદર સાધુ બરફ અને ભયંકર સરદીની વચ્ચે પણ પોતાની આધ્યાત્મિક યાત્રા પૂરી કરી છે. મઠા પ્રશાસન વતીથી સુરક્ષાના પણ તમામ ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું, તેમ જ પર્યાપ્ત દવા અને રાશન પણ રાખવામાં આવ્યુ હતું. બદરી વિશાલમાં પ્રશાસન તરફથી મંજૂરી લઈને અહીંયા સાધુ-સંત મહાત્મા લોકો શિયાળામાં પમ રોકાય છે અને તપસ્યા કરે છે, જેમાં એક વર્ષથી લોકો તપસ્યા કરે છે, એમ જ્યોતિર્મઠના નાયબ જિલ્લા અધિકારીએ ચંદ્રશેખરે જણાવ્યુ હતું.
બદરીનાથ ધામના મહિમા અંગે પ્રકાશ નાખતા પૂર્વ ધર્માધિકારી આચાર્ય ભુવન ઉનિયાલે કહ્યું હતું કે બદરીનાથ તપોભૂમિ છે, જેનું અસ્તિત્વ ચારેય યુગમાં રહ્યું છે. શાસ્ત્ર અનુસાર સતયુગમાં એને મુક્તિ પ્રદા, ત્રેતા યુગમાં યોગ સિદ્ધિદા, દ્વાપરમાં વિશાલા અને કળિયુગમાં બદ્રિકાશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર ભૂમિ છે, જ્યાં આજે પણ યોગ અને ભક્તિની પ્રાચીન પરંપરા પણ જીવંત છે. અન્ય મહાત્મા કહે છે કે શાસ્ત્રો અનુસાર કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિનું સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ હરિ નામ અને ધ્યાન છે.
