સૂર્યની નજીકની હિલચાલે ચિંતા વધારીઃ ઈસરોએ ચેતવણી આપતા કહ્યું ‘રેડિયો બ્લેકઆઉટ’ થઈ શકે

વૈજ્ઞાનિકોએ સૂર્યની નજીક એક અજબ પ્રકારની હિલચાલ થતી જોવા મળી છે, જેનાથી દુનિયાભરની સ્પેસ એન્જસી હાઈ એલર્ટ થઈ ગઈ છે. ભારતની સ્પેસ એજન્સી ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સહિત અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સી રેડિયો બ્લેકઆઉટની સ્થિતિ પર નજર રાખી રહી છે.
આ સોલાર ફ્લેઅર્સને કારણે સેટેલાઈટ સંચાર, નેવિગેશન અને પાવર ગ્રીડ પર પણ ગંભીર અસર પડી શકે છે. ઈસરોના લગભગ પચાસથી વધુ એક્ટિવ ઈન્ડિયન સેટેલાઈટ્સ પર નજર રાખી રહ્યા છે, જેનાથી સંભવિત સંકટથી બચી શકે છે. સૌરમંડળમાં તબાણીનું નિર્માણ થઈ શકે છે, તેનાથી ફ્લાઈટ્સ, સેટલાઈટ્સ અને જીપીએસ પર પણ ગંભીર અસર પડી શકે છે. સૌર તોફાનને કારણે સેટેલાઈટ્સને નુકસાન થવાની સાથે ટેલિવિઝના સિગ્નલને પણ અસર થઈ શકે તેમ જ રડાર અને પાવર ગ્રીડને થઈ શકે છે નુકસાન.
સન ફ્લેઅર્સનું કારણ શું છે
સૂર્યની ધરી પર એક્ટિવ ક્ષેત્ર 14,366 નામની એક સનસ્પોટ ગ્રુપની અચાનક એક્ટિવ હોવાથી હિલચાલ શરુ થઈ છે. અહીંના ક્ષેત્રમાં અનેક વિસ્ફોટ થયા છે, જેમાં ચાર શક્તિશાળી સોલાર ફ્લેયર્સનો સમાવેશ થાય છે, જેમાં X8.1 ક્લાસનું ફ્લેયર સૌથી વધુ મજબૂત છે, જે 2026માં અત્યાર સુધીનો સૌથી તીવ્ર વિસ્ફોટ છે. આ હિલચાલ અંગે નાસાએ પણ પુષ્ટિ કરે છે કે ફ્લેયર્સ એક અને બીજી ફેબ્રુઆરીના ચરમસીમાએ હતું, જેમાં X8.1 ફ્લેઅર્સ પહેલી ફેબ્રુઆરીના થયું હતું. આ હિલચાલ ઓક્ટોબર, 2024 પછી સૌથી વધુ તેજ છે અને 1996માં રેકોર્ડ કરેલા સૌથી વધુ શક્તિશાળી ફલેઅર્સ છે.
નાસાની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ આ વિસ્ફોટને કેદ કર્યા છે. અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે સૂર્ય દર વર્ષે 11 વર્ષમાં સક્રિયતાથી ચક્રથી પસાર થાય છે અને આ તોફાન સોલાર મેક્સિમમનો ભાગ છે. આ શક્તિશાળી ફલેઅર્સ ઈલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણનો સૌથી મોટો વિસ્ફોટ કરે છે, જે સૂર્યની ગતિથી પૃથ્વી સુધી પહોંચે છે.
જોકે, પૃથ્વી પર મનુષ્યને સીધા નુકસાન પહોંચાડતા નથી, પરંતુ વાતાવરણમાં રહેલ આયનોસ્ફિયરને ગંભીર અસર કરે છે. એનાથી હાઈ ફ્રિકવન્સી રેડિયો સંચારમાં બ્લેકઆઉટ, નેવેગિશન સિગ્નલમાં મુશ્કેલી, સેટેલાઈટમાં વિકિરણનો વધારો અને ધ્રુવીય ક્ષેત્રની ઉડાન માટે જોખમ ઊભું કરે છે.
An X1.0 Solar Flare Occurred from Region 4366 in the NE quadrant of the Sun. pic.twitter.com/Io8K1fPBQP
— NOAA Space Weather Prediction Center (@NWSSWPC) February 1, 2026
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીની અત્યાર સુધીના સૌથી મોટા કોરોનલ માસ ઈજેક્શન (સીએમઈ)થી બચી છે, જેનાથી જિયોમેગ્નેટિક તોફાન પણ લાવી શકે છે. હાલમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સૂર્યની આસપાસની દુનિયામાં અસ્થિરતા ઊભી થઈ છે, જેનાથી વૈજ્ઞાનિકો પણ હાઈ એલર્ટ મોડમાં છે.
આ પણ વાંચો
લદ્દાખમાં લાલ આકાશ: સુંદર નજારો કે મહાવિનાશની ચેતવણી?
