February 22, 2026
ટોપ ન્યુઝ

Fight Against Obesity: PM Modiએ અબ્દુલ્લા, આનંદ મહિન્દ્રાને આપી મોટી ચેલેન્જ

Spread the love

10 લોકોને અપીલ કરીને કહ્યું કે તમે પણ 10-10 લોકોને કરી નોમિનેટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશમાં ઓબેસિટીને લઈ વધુ સાવધાની દાખવવાની હિમાયત કરી હતી. દેશમાં લોકોમાં વધી રહેલી ઓબેસિટીને કારણે આગળ જતા લોકો આરોગ્ય સંબંધિત વિવિધ બીમારીનો સામનો કરવો પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 લોકોને ચેલેન્જ કરશે અને ખાવામાં ઓઈલ દસ ટકા ઓછું કરી શકે છે. આ અંગે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા અને મહિન્દ્રા ગ્રુપના ચેરમને આનંદ મહિન્દ્રા સહિત દસ લોકોને ચેલેન્જ આપી હતી.

ચેલેન્જમાં શ્રેયા ઘોષાલ, માધવન અને મોહનલાલનો સમાવેશ
દેશમાં ઓબેસિટી વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે પીએમ મોદીએ દસ લોકોને નોમિનેટ કર્યા હતા, જેમાં ઓમર અબ્દુલ્લા, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, ભોજપુરી અભિનેતા અને સાંસદ દિનેશ લાલ યાદવ, ઓલ્મપિયન મનુ ભાકર, મીરાબાઈ ચાનુ, સાઉથના અભિનેતા મોહનલાલ, ઈન્ફોસીસના કોફાઉન્ડર નંદન નીલકાની, બોલીવુડના અભિનેતા માધવન, સિંગર શ્રેયા ઘોષાલ અને રાજ્યસભાનાં સાંસદ સુધા મૂર્તિનો સમાવેશ થાય છે.


ખાણીપીણીમાં દસ ટકા ઓછું તેલ વાપરો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દસ લોકોને અપીલ કરીને લખ્યું છે કે તેઓ દસ-દસ લોકોને નોમિનેટ કરી, જેથી અમારું આંદોલન ફેલાઈ શકે. મેદસ્વીપણાને લઈને વડા પ્રધાન મોદીએ રવિવારે જ મન કી બાત કાર્યક્રમાં લોકોને ઓછામાં ઓછું તેલ વાપરવાની અપીલ કરી હતી અને દસ ટકા ઓછું તેલ કરવાની ચેલેન્જ પણ અન્ય લોકોને આપવાનો આગ્રહ કર્યો હતો.

250 કરોડ લોકો મેદસ્વીપણાથી પીડિત છે
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં આજે આઠમાંથી એક વ્યક્તિને મેદસ્વીપણાની સમસ્યાથી પીડાય છે, જ્યારે બાળકોમાં તો આ સમસ્યા ચાર ગણી વધી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડાને ટાંકીને મોદીએ કહ્યું હતું કે 2022માં દુનિયાભરમાં 250 કરોડ લોકો મેદસ્વીપણાની સમસ્યાથી પીડિત હતા, જે હકીકતમાં ગંભીર બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!