February 19, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

મરાઠી ભાષા સહિત પાંચ ભાષાને મળ્યો ‘શાસ્ત્રીય ભાષા’નો દરજ્જો

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ લખીને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુરુવારે રાતના મરાઠી સહિત પાંચ ભાષાને શાસ્ત્રીય દરજ્જાની મંજૂરી આપી હતી. મોદીના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. એનડીએની સરકાર આપણી સંસ્કૃતિને આગળ વધારવા અને આપણા વારસા પર ગૌરવ કરવા તેમ જ તમામ ભારતીય ભાષાઓ અને સમૃદ્ધ વારસાને ગૌરવ આપનારી ક્ષણ છે.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના કેબિનેટના નિર્ણયની પ્રશંસા કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને શુભેચ્છાઓ પાઠવી હતી.


આનંદ સાથે જણાવવાનું કે મહાન બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ખાસ કરીને દુર્ગા પૂજાના શુભ સમયે. બંગાળી સાહિત્યે વર્ષોથી અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. હું આ માટે વિશ્વભરના તમામ બંગાળી બોલનારાઓને અભિનંદન આપું છું.
મરાઠી ભારતનું ગૌરવ છે. આ અસાધારણ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવા બદલ અભિનંદન પાઠવું છું. આ સન્માન આપણા દેશના ઈતિહાસમાં મરાઠીના સમૃદ્ધ સાંસ્કૃતિક યોગદાનને સ્વીકારે છે. મરાઠી હંમેશા ભારતીય વારસાનો પાયાની ભાષા રહી છે અને મને ખાતરી છે કે શાસ્ત્રીય ભાષાના દરજ્જા સાથે વધુ લોકો તેને શીખવા માટે પ્રેરિત થશે.
પાલી અને પ્રાકૃત ભારતની સંસ્કૃતિના મૂળમાં છે. આ આધ્યાત્મિકતા, શાણપણ અને ફિલસૂફીની ભાષાઓ છે. તેઓ તેમની સાહિત્યિક પરંપરાઓ માટે પણ જાણીતા છે. શાસ્ત્રીય ભાષાઓ તરીકેની તેમની માન્યતા ભારતીય વિચાર, સંસ્કૃતિ અને ઇતિહાસ પરના તેમના કાલાતીત પ્રભાવને સન્માન આપે છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે તેમને શાસ્ત્રીય ભાષાઓ તરીકે માન્યતા આપવાના કેબિનેટના નિર્ણય પછી વધુ લોકો તેમના વિશે જાણવા માટે પ્રેરિત થશે. આ ખરેખર આનંદની ક્ષણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!