અખિલેશ યાદવને કેમ યાદ આવી જૂની સંસદની? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું આના કરતાં તો…
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી ગઈકાલે એટલે કે બુધવારે 31મી જુલાઈના દિવસે સાંજે ભારે વરસાદને પગલે જળબંબાકાર થઈ ગઈ હતી અને અનેક નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે નવી સંસદ ભવનના પરિસરમાં પણ છતમાંથી પાણીનું ગળતર થતાં વિપક્ષને સરકારને આડે હાથ લેવાનું વધુ એક બહાનું મળી ગયું હતું. એટલું જ નહીં પણ વિપક્ષ આ ઘટનાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જૂની સંસદ સાથે નવી સંસદની સરખામણી કરી રહ્યા છે. અનેક વિપક્ષી નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આકરી સરકારની આકરી ટીકા કરી હતી.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર આ મામલે પોસ્ટ કરતાં લખ્યું છે કે ‘આ નવી સંસદ કરતા તો જૂની સંસદ સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી નવી સંસદમાં પાણી ટપકી રહ્યું છે ત્યાં સુધી ચાલો જૂની સંસદ જઈએ. જનતા સવાલ કરી રહી છે કે ભાજપ સરકારના કાર્યકાળમાં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારપૂર્વક બનાવેલી ડિઝાઈનનો ભાગ છે કે પછી…’
इस नई संसद से अच्छी तो वो पुरानी संसद थी, जहाँ पुराने सांसद भी आकर मिल सकते थे। क्यों न फिर से पुरानी संसद चलें, कम-से-कम तब तक के लिए, जब तक अरबों रुपयों से बनी संसद में पानी टपकने का कार्यक्रम चल रहा है।
जनता पूछ रही है कि भाजपा सरकार में बनी हर नई छत से पानी टपकना, उनकी… pic.twitter.com/PpJ36k6RJm
— Akhilesh Yadav (@yadavakhilesh) August 1, 2024
અખિલેશ યાદવની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. દરમિયાન દિલ્હીના શિક્ષણ ખાતાના પ્રધાન આતિશી મર્લેનાએ હવામાન ખાતા આજે પણ મૂશળધાર વરસાદ પડવાની આગાહીને પગલે આજે પહેલી ઓગસ્ટના શહેરની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પરથી આ મામલે પોસ્ટ કરતા જણાવ્યું હતું કે કે ‘બુધવારે સાંજે ખૂબ જ ભારે વરસાદ અને ગુરુવારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તમામ સરકારી અને ખાનગી શાળાઓ પહેલી ઓગસ્ટે બંધ રહેશે.’
In light of very heavy rainfall today evening and forecast of heavy rainfall tomorrow, all schools – government and private – will remain closed tomorrow, 1st August
— Atishi (@AtishiAAP) July 31, 2024
અત્રે ઉલ્લેખનીય છે કે દેશના પાટનગર દિલ્હીમાં ભારે વરસાદને કારણે રોબિન થિયેટર પાસે એક ઈમારત ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાની ઘટના પણ સામે આવી હતી. જ્યારે અન્ય એક ઘટનામાં દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત કુંજમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
