February 10, 2026
રમત ગમત

ભારતના પૂર્વ ક્રિકેટર અને હેડ કોચ અંશુમાન ગાયકવાડનું 71 વર્ષે નિધન

Spread the love


પાકિસ્તાન સામેની ટેસ્ટમાં સૌથી ધીમી રમત રમીને ડબલ સેન્ચુરી ફટકારી હતી…

ભારતીય ટીમના પૂર્વ બોલર અને રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન. લાંબા સમયથી તેઓ બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા હતા. ગયા મહિના સુધી લંડનમાં રહેનારા અંશુમાન ગાયકવાડનું બરોડામાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ઉંમર સંબંધિત વિવિધ બીમારીને કારણે હોસ્પિટલના આઈસીયુમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. અંશુમાન ગાયકવાડના નિધનને કારણે ક્રિકેટપ્રેમીઓએ શોક વ્યક્ત કર્યો હતો, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે ગાયકવાડ ગિફ્ટેડ પ્લેયર અને ઉત્તમ કોચ હતા. મોદીએ પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી હતી.
Gaikwad (pic credit HT)
ભારતીય ટીમના બે વખત કોચ રહ્યા
અંશુમાન ગાયકવાડ 1997થી 2000 વચ્ચેના સમયગાળા દરમિયાન કોચ તરીકે જોડાયા હતા. 1997થી 1999 વચ્ચે ટીમના હેડ કોચ હતા. પહેલી વખત સચિન તેંડુલકરના કાર્યકાળ દરમિયાન કોચ તરીકે રહ્યા હતા અને એના પછી વચ્ચે મેચ ફિક્સિંગની ઘટના પછી પાછા કોચ તરીકે જોડાયા હતા. કપિલ દેવે થોડા સમય માટે રાજીનામું આપ્યું હતું. એમના કાર્યકાળ દરમિયાન ભારતને ફ્રીડમ કપ જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ 2-1થી જીત્યા હતા. કુંબલે દ્વારા પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ 10 વિકેટથી જીત, ન્યૂ ઝીલેન્ડમાં વન-ડે સિરીઝ ડ્રો કરવા સહિત અન્ય સિરીઝનો સમાવેશ થયો હતો. 2000માં ફરી ટીમ સાથે જોડાયા હતા અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું પણ કમનસીબે ન્યૂ ઝીલેન્ડ સામે હાર્યું હતું.
પાકિસ્તાન સામે ફટકાર્યા હતા 201 રન
અંશુમાન ગાયકવાડે 1975થી 1987 વચ્ચે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વન-ડે રમ્યા હતા, ત્યાર બાદ સિલેકટર તરીકે પણ કામ કર્યું હતું. ત્યારબાદ નેશનલ ટીમના મુખ્ય કોચ પણ હતા. એક બેટ્સમેન તરીકે અંશુમાન ગાયકવાડે 70 ટેસ્ટમાં 1985 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાન સામે 1982-83માં 201 રનનો રેકોર્ડ બ્રેક રન બનાવ્યા હતા. 671 મિનિટ સુધી ધીરજપૂર્વક રમત રમ્યા હતા. એ વખતે ભારતીય ટીમના બેટસમેન વતીથી સૌથી ધીમી ડબલ સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતવતીથી 40 ટેસ્ટમાં 30.07ની એવરેજથી કૂલ 1,985 રન બનાવ્યા હતા, જ્યારે 15 વન-ડેમાં 52.84 સ્ટ્રાઈક રેટથી કૂલ 269 રન બનાવ્યા હતા.
માઈકલ હોલ્ડિંગના બાઉન્સરથી પહોંચી ઈજા
અન્ય બીજા કિસ્સાની વાત કરીએ તો અંશુમાન ગાયકવાડ જમૈકામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 81 રન બનાવ્યા હતા, જેમાં બોલર તરીકે માઈકલ હોલ્ડિંગનો પણ સમાવેશ હતો. એ જમાનામાં ન તો બાઉન્સર પર પ્રતિબંધ હતો કે બેટસમેન હેલ્મેટ પણ પહેરતા નહોતા. હોલ્ડિંગના બાઉન્સરને કારણે અંશુમાન ગાયકવાડના કાનને ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા પહોંચ્યા પછી કાનનું ઓપરેશન કરાવવું પડ્યું હતું અને તેનાથી કાનનો પડદો ફાટી ગયો હતો. તેમણે પોતાની છેલ્લી ફર્સ્ટ ક્લાસ શ્રેણીની મેચમાં પણ સેન્ચુરી ફટકારીની પોતાની ક્રિકેટની કારકિર્દીનું શાનદાર સમાપન કર્યું હતું.
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો
જૂન, 2018માં અંશુમાન ગાયકવાડને બીસીસીઆઈએ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મજાની વાત એ હતી કે અંશુમાન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડ પણ ક્રિકેટર હતા. ભારતીય ટીમ વતી 1959માં કેપ્ટન હતા તથા અગિયાર ટેસ્ટ મેચ પણ રમ્યા હતા. અંશુમાન ગાયકવાડ સુનિલ ગાવસ્કરના ઓપનિંગ પાર્ટનર અને ગાવસ્કરના રાઈટ હેન્ડ કહેવામાં આવતા. ગાયકવાડ ડિફેન્સિવ ટેક્નિક માસ્ટર બેટર હતા, તેથી જ તેમને ધ ગ્રેટ વોલ પણ કહેવાતા
છેલ્લે એક કરોડ રુપિયાની મદદ
વધતી ઉંમર પછી ક્રિકેટ ટીમ અને બોર્ડથી અલગ થયા પછી લંડનમાં રહેતા હતા તેમ જ બીમાર પડ્યા પછી તેમને કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું. લંડનમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર પણ કરાવી હતી. આ જ મહિના દરમિયાન કપિલ દેવ, દિલીપ વેંગસરકર અને સંદીપ પાટિલે બોર્ડને મદદ કરવાનો અનુરોધ કર્યો હતો ત્યારે બીસીસીઆઈ (ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)એ અંશુમાન ગાયકવાડને સારવાર માટે એક કરોડ રુપિયાની મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!