February 10, 2026
ટોપ ન્યુઝમુંબઈ

ધસારાના સમયે બદલાપુર સિગ્નલ સિસ્ટમમાં ખરાબી થતાં ટ્રેનવ્યવહાર ખોરવાયો

Spread the love

મુંબઈ: લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઇફલાઈન ગણાય છે અને બુધવારે સાંજે ધસારાના સમયે મધ્ય રેલવે પર ટ્રેનવ્યવહાર ખોરવાઈ જતાં ઘર પાછા ફરી રહેલા પ્રવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

મધ્ય રેલવેના બદલાપુર સ્ટેશન પર ખોટું સિગ્નલ મળતાં બદલાપુર લોકલ ખોટા ટ્રેક પર જતી રહી હતી. પરિણામે એ ટ્રેક પરનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. બદલાપુર સ્ટેશન પર લોકલ ટ્રેનો લાઈનમાં ઊભી રહી ગઈ છે. આ સમસ્યાને કારણે મધ્ય રેલવે પર સીએસએમટી- કર્જત વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે, અને લોકલ ટ્રેન અંબરનાથ સુધી જ દોડાવવામાં આવી રહી છે


મધ્ય રેલવે દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ટેક્નિકલ કારણોસર SE લાઈન પરનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. બદલાપુર, કર્જત, ખોપોલી જતી ટ્રેનો અંબરનાથ સુધી જ દોડાવવામાં આવી રહી છે. હાલમાં જ ગુડ્સ ટ્રેન રવાના કરવામાં આવી હોઈ સિગ્નલ સિસ્ટમમાં આવેલી ખરાબીને દૂર કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

છેલ્લાં કેટલાય સમયથી મધ્ય રેલવે પર ટ્રેન વ્યવહાર સતત મોડો પડી રહ્યો છે, જેને કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. રેલવે દ્વારા ટ્રેનો મોડી પડવા માટે ક્યારેક ટેકનિકલ તો ક્યારેક વિઝીબિલિટી ઓછી હોવાના કારણો આપવામાં આવે છે.

દરમિયાન આજે સાંજે ધસારાના સમયે સિગ્નલ સિસ્ટમમાં ખરાબી સર્જાતા બદલાપુર, કર્જત જનારા પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!