February 14, 2026
ટોપ ન્યુઝમુંબઈ

સોમવારે સિગ્નલ ફેઇલ્યોરે અને બુધવારે બાંબુએ Central Railwayના પ્રવાસીઓને રડાવ્યા…

Spread the love

મુંબઈ: મધ્ય રેલવે પર સતત ત્રીજા દિવસે ધસારાના સમયે ટ્રેન વ્યવહાર ખોરવાતા પ્રવાસીઓને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બુધવારે મધ્ય રેલવે પણ સાયન અને માટુંગા વચ્ચે ફાસ્ટ લાઈનના ઓવરહેડ વાયર પર બાંબુ તૂટી પડતાં અપ ડાઉન ફાસ્ટ લાઈન પર ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. ધસારાના સમયે જ ટ્રેનોના ધાંધિયા જોવા મળતા મુંબઈગરાને ભારે મુશ્કેલી પડી હતી. રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.

મળી રહેલી માહિતી પ્રમાણે મધ્ય રેલવે પર સાયન માટુંગા વચ્ચે ઓવરહેડ વાયર પર બાંબુ તૂટી પડ્યો હતો જેને કારણે અપ ડાઉન ફાસ્ટ લાઈન પર ટ્રેનો ખોટકાઈ પડી હતી. સવારે 8.30 કલાકે બાંબુ દૂર કરીને અપ ડાઉન ફાસ્ટ લાઈન પર ટ્રેનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હોવાની માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

;

ધસારાના સમયે જ મધ્ય રેલવે પર ટ્રેનો મોડી પડતાં ઓફિસ જવા નીકળેલાં મુંબઈગરાઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. બપોર સુધી મધ્ય રેલવે પર ટ્રેનો 20થી 25 મિનિટ મોડી દોડી રહી હતી. ટ્રેનો મોડી પડતાં ટ્રેનોમાં તેમ જ રેલવે સ્ટેશન પર પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અઠવાડિયાના પહેલાં જ દિવસે એટલે કે સોમવારે પણ મધ્ય રેલવે પર ઠાકુર્લી- કલ્યાણ વચ્ચે સિગ્નલ ફેઇલ્યોર થતાં સવારના પીક અવર્સમાં ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. એ જ દિવસે સાંજે એન્જિન ફેઈલને થવાને કારણે ફરી ટ્રેનો મોડી પડી હતી. મંગળવારે પણ અપ લાઈન પર ટ્રેનોના ધાંધિયા જોવા મળ્યા હતા અને આજે બુધવારે બાંબુએ મધ્ય રેલવેના પ્રવાસીઓને હેરાન કર્યા હતા.

પશ્ચિમ રેલવેમાં રેઇનકોટે ખોરવ્યો ટ્રેનવ્યહાર

સોમવારે પશ્ચિમ રેલવેના ચર્ચગેટ સ્ટેશન પર ઓવરહેડ વાયર પર અટકી પડેલા રેઇનકોટે 25થી 30 મિનિટ સુધી ટ્રેનોની સ્પીડ પર બ્રેક લગાવી હતી. રેલવે પોલીસ દ્વારા રેઇનકોટ ફેંકનારા 19 વર્ષીય યુવાનની અટક કરીને તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!