February 20, 2026
નેશનલ

શહીદની પત્નીની આંખોમાંથી ગંગા-જમના વહી નહીં, પણ રાજનાથની આંખો ભીની થઈ ગઈ, જાણો શું છે મામલો?

Spread the love

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શુક્રવારે આર્મી અને અર્ધસૈનિક બળોને 10 જવાનના અસાધારણ સાહસ અને અસાધારણ વીરતા કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં સાત જવાનને મરણોપરાંતના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતમાં ક્રીર્તિ ચક્ર આર્મીના જવાનો માટે સૌથી મોટો પુરસ્કાર ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં 26 સશસ્ત્ર દળ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને કેન્દ્ર-રાજ્ય પ્રશાસિત પોલીસના કર્મચારીઓને પણ શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી શહીદ વીર કેપ્ટન અંશુમાન સિંહને વીરતા માટે મરણોપરાંત કીર્તિ ચક્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્નીને આ વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
Rajnath Singh
પુરસ્કાર આપતી વખતે શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્નીએ પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે દરેક લોકોની આંખોમાં ભીની થઈ ગઈ હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આંખોમાંથી પાણી વહી ગયા હતા, પરંતુ અંશુમાન સિંહની પત્નીની આંખોમાં અશ્રુ રોકી લીધા હતા. અંશુમાન સિંહની પત્નીની હિંમતને જોઈને શહીદની શહાદતને યાદ કર્યા હતા. હિંમતપૂર્વક આંખોમાંથી આંસુ આવવા દીધા નહોતા.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે શહીદ કેપ્ટન અંશુમાન સિંહ પંજાબ રેજિમેન્ટની 26મી બટાલિયનની આર્મીના મેડિકલ કોરના કેપ્ટન હતા. પોતાની સુરક્ષાની પરવાહ કર્યા વિના કેપ્ટન અંશુમાને અનેક લોકોને આગમાંથી બચાવ્યા હતા. કીર્તિ ચક્ર આપતી વખતે જ્યારે વીરોની શૌર્ય ગાથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પોતે ભાવુક થઈ ગયા હતા. નવમી જુલાઈ 2023ના સિયાચીન ગ્લેશિયરમાં આર્મીના બંકરોમાં આગ લાગી ગઈ હતી, ત્યારે અંશુમાને એ ઘટનાની જાણ થતા બંકરમાં ઘૂસીને ચાર જવાનના જીવ બચાવ્યા હતા, પણ પોતે આગમાં લપેટાઈ ગયા અને શહીદ થયા.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઈન્સ્પેક્ટર-જીડી દિલિપ કુમાર દાસ 210 કોબરા, સીઆરપીએફને મરણોપરાંત કીર્તિ ચક્ર આપ્યું હતું. એપ્રિલ 2021માં છત્તીસગઢમાં નકસલી વિરુદ્ધના અભિયાનમાં અસાધરણ સાહસનો પરિયચ આપ્યો હતો. માઓવાદી સામેના ઓપરેશનમાં ઈન્સ્પેક્ટર દિલિપ શહીદ થયા હતા. એની સાથે રાષ્ટ્રપતિએ હેડ કોન્સ્ટેબલ-જીડી રાજકુમાર યાદવ, કોન્સ્ટેબલ જીડી બબલુ રાભા (210 કોબરા, સીઆરપીએફ)ને મરણોપરાંત કીર્તિ ચક્ર આપ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સિપાહી પવન કુમાર (ગ્રેનેડિયર્સ, પંચાવનમી બટાલિયન રાષ્ટ્રીય રાઈફલ્સ)ને મરણોપરંતા કીર્તિ ચક્ર આપ્યું હતું. ફેબ્રુઆરી 2023માં જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના આતંકવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં અનેક આતંકવાદીઓને લડત આપીને મોતને ઘાટ ઉતારીને શહીદ થયા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રપતિએ પેરાશૂટ રેજિમેન્ટના નવમી બટાલિયનના હવાલદાર અબ્દુલ મજીદને મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા હતા. નવેમ્બર, 2023માં જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના જંગલોમાં તપાસ દરમિયાન ઘાયલ અધિકારીઓને બચાવવાની સાથે આતંકવાદીઓને માર્યો હતો, ત્યારબાદ શહીદ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!